શોધખોળ કરો
કાશ્મીરઃ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, હિઝબુલ કમાન્ડર જહૂર ફરાર

કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટમાં એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ શબ્બીર અહમદ ડાર તરીકે થઇ છે. સતાવાર સૂત્રોના મતે સૈન્ય, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જહૂર ઠોકર અને કેટલાક અન્ય આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી પર ઓપરેશન શરૂ કર્યુ હતું. જહૂર હિઝબુલનો કમાન્ડર છે. તે 2016માં ટેરીટોરિયલ આર્મીથી ભાગીને આતંકી બન્યો હતો. જહૂર ઠોકર 173 ટેરીટોરિયલ આર્મીનો સભ્ય હતો અને 2016માં સર્વિસ રાઇફલ સાથે ફરાર થયો હતો. પ્રાથમિક જાણકારી એવી આવી હતી કે સુરક્ષાદળોએ હિઝબુલ કમાન્ડર જહૂર ઠોકરને ઠાર માર્યો છે પરંતુ બાદમાં જ્યારે આતંકીનો મૃતદેહ હાથ લાગ્યો ત્યારે તેની ઓળખ શબ્બીર અહમદ ડાર તરીકે થઇ હતી.સૂત્રોના મતે ઠાકુર અને બાકીના આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પુલવામાના એસએસપીના મતે અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ મોડી રાત્રે શરૂ થઇ હતી. આ અગાઉ સુરક્ષાદળોએ કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર મન્નાન બશીર વાનીને ઠાર માર્યો હતો. મન્નાન જાન્યુઆરીમાં આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો પીએચડી વિદ્યાર્થી હતો.
વધુ વાંચો





















