(Source: ECI/ABP News/ABP Majha)
Indian Citizenship: જાણો ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા? ચોંકાવનારો છે આંકડો
People Leave Indian Citizenship: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના નાગરિકોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું છે. કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે સંસદમાં આપ્યો જવાબ.
People Leave Indian Citizenship: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના નાગરિકોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું છે. વર્ષ 2021માં કેટલા ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા અપનાવી તે પ્રશ્નના સંસદમાં આપેલા જવાબે બધાને ચોંકાવી દીધા છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021માં કુલ 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી અને અન્ય દેશની નાગરિકતા લઈ લીધી છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે કહ્યું કે, વર્ષ 2019માં આ આંકડો એક લાખ 44 હજાર 17 હતો. સરકારે તેના જવાબમાં રજૂ કરેલા કુલ 123 દેશોની યાદીમાં 6 એવા દેશો છે જેમાં વર્ષ 2021માં કોઈ ભારતીયે ભારતની નાગરિકતા છોડી ત્યાંની નાગરિકતા લીધી નથી. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ વર્ષ 2019માં એક પણ ભારતીયે ભારતની નાગરિકતા છોડીને પાકિસ્તાનની નાગરિકતા લીધી નથી.
2021માં 41 ભારતીયોએ પાકિસ્તાની નાગરિકતા લીધી
વર્ષ 2019માં એક પણ ભારતીયે પાકિસ્તાની નાગરિકતા લીધી ન હતી, જ્યારે વર્ષ 2021માં 41 ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા લીધી હતી. જ્યારે વર્ષ 2020માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર 7 હતી. સરકારને સવાલમાં આનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં સરકારે કહ્યું છે કે આવા તમામ લોકોએ તેમના અંગત કારણોસર તેમની નાગરિકતા છોડી દીધી છે.
આ પણ વાંચો...
GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત
કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?
ભારતીયોની પસંદગીમાં આ દેશો સૌથી આગળ
ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવા માટે ભારતીયોની પસંદગીમાં અમેરિકા ટોચ પર છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા આવે છે. તો બીજી તરફ, આ બે દેશો બાદ ભારતીયો જ્યાં રહેવાનું વધારે પસંદ કરે છે તેમાં કેનેડા ત્રીજા નંબરે હતું. ચોથા નંબર પર ભારતીયોની નાગરિકતાની પસંદગી વિશે જાણીએ બ્રિટનનો નંબર આવે છે.