શોધખોળ કરો

રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?

કેન્દ્ર સરકારે રાશનકાર્ડ અંગે એક નવો નિયમ બહાર પાડ્યો છે. બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે

Ration Card E-KYC: ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રાશન કાર્ડ ધારકોને મફત રાશન પૂરું પાડવામાં આવે છે. જોકે, આ સુવિધાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમની પાસે રાશનકાર્ડ છે. કેન્દ્ર સરકારે રાશનકાર્ડ અંગે એક નવો નિયમ બહાર પાડ્યો છે. બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં રાશન કાર્ડ e-KYC કરવામાં નહીં આવે તો રાશન કાર્ડ કાઢી નાખવામાં આવશે. આવી સ્થિતિમાં તેમને મફત રાશન સહિત અન્ય સુવિધાઓનો લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં e-KYC ને લઈને મોટા પાયે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે અને e-KYC કરાવવા માટે રાશનકાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. અમને જણાવો કે e-KYC કરાવવા માટે કેટલા પૈસા ખર્ચ થાય છે, જેથી તમે પણ છેતરપિંડીથી બચી શકો.

એક્ટિવ થઇ ગયા છે સ્કેમર્સ

રાશનકાર્ડ માટે ઈ-કેવાયસીનો નિયમ લાગુ થયા બાદ સ્કેમર્સ પણ એક્ટિવ થઇ ગયા છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં સાયબર ગુનેગારો લોકોને ફોન કરીને ઓનલાઈન ઈ-કેવાયસી કરાવવાની સલાહ આપી રહ્યા છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેમનું રાશનકાર્ડ રદ કરી દેવામા આવશે. ઘણા રાશનકાર્ડ ધારકો આ સાયબર ગુનેગારોના ચુંગાલમાં ફસાઈને છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન ઈ-કેવાયસીના નામે રાશનકાર્ડ ધારકોને એક લિંક મોકલવામાં આવી રહી છે અને તેના પર ક્લિક કરવાથી કૌભાંડીઓ ખાતા ખાલી કરી રહ્યા છે.

ઇ-કેવાયસી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે

આવા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જ્યાં રાશનકાર્ડ ડીલરો અથવા એજન્ટો ઇ-કેવાયસીના નામે રાશનકાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે. તેમની પાસેથી 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આવી ફરિયાદો દરરોજ ઘણા જિલ્લાઓમાંથી મળી રહી છે. સરકાર દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોના e-KYC ની જવાબદારી રાશન ડીલરોને સોંપવામાં આવી છે અને આ કાર્ય સંપૂર્ણપણે મફત છે. એટલે કે તમારે રાશનકાર્ડ મેળવવા માટે એક પણ પૈસો ચૂકવવાની જરૂર નથી.

આ રીતે તમે e-KYC કરાવી શકો છો

e-KYC કરાવવા માટે પહેલા તમારા વિસ્તારની નજીકની સરકારી રાશન દુકાન પર જાવ.

અહીં ઉપલબ્ધ પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર ફિંગરપ્રિન્ટ અથવા OTP દ્વારા ઓળખ ચકાસો.

આ પછી આધાર કાર્ડ, રાશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સબમિટ કરો.

બધા દસ્તાવેજો અને ઓળખ ચકાસ્યા પછી e-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Embed widget