Digital Voter ID Card: જાણો કેવી રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ વોટર આઈડી કાર્ડ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તાત્કાલિક જરૂરિયાત હોય તો તમે ડિજિટલ મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મતદાર આઈડી કાર્ડ (Voter ID) ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. મતદાન સિવાય અન્ય ઘણા મહત્વના કાર્યો માટે તેની જરૂરત પડે છે. એડ્રેસ પ્રૂફ તરીકે આ એક મહત્વનું ID છે. પરંતુ ઘણી વખત આવી મુશ્કેલી આપણી સામે આવે છે કે આપણને તાત્કાલિક મતદાર ઓળખ કાર્ડની જરૂર પડે છે અને આપણી પાસે હોતું નથી. આ સિવાય તે ખોવાઈ જાય કે પડી જાય પછી નવું બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. તેથી તમારી પાસે એક સરસ વિકલ્પ છે. જો તાત્કાલિક જરૂરિયાત હોય તો તમે ડિજિટલ મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમને આની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.
આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ મતદાર આઈડી કાર્ડ
- ડિજિટલ મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://voterportal.eci.gov.in પર જાઓ.
- હવે પછી મતદાર સેવા પોર્ટલ (NVSP) લોગીન પેજ (https://www.nvsp.in/Account/Login) પર જાઓ. ધ્યાનમાં રાખો કે આ માટે તમારે એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમારી પાસે ખાતું નથી તો તમે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરની મદદથી નવું એકાઉન્ટ બનાવી શકો છો.
- એકાઉન્ટ બનાવ્યા પછી, તમારી પાસેથી અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે. આ વિગતો દાખલ કરીને લોગઇન કરો.
- લોગ ઇન કર્યા પછી e-EPIC ડાઉનલોડ કરવાનો વિકલ્પ તમારી સામે દેખાશે.
- અહીં તમે જેવા જ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરશો કે તરત જ મતદાર આઈડીની PDF ફાઇલ ડાઉનલોડ થશે.
e-EPIC કાર્ડના ફાયદા
જણાવી દઈએ કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચે e-EPIC ની સુવિધા શરૂ કરી હતી. આ ડિજિટલ મતદાર ઓળખ કાર્ડનો ફાયદો એ હશે કે દર વખતે જ્યારે તમે શહેર અથવા રાજ્ય બદલો છો, ત્યારે તમારે નવું કાર્ડ મેળવવાની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. તમે ફક્ત સરનામું બદલીને લેટેસ્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.