શોધખોળ કરો
Advertisement
પટના AIIMS માં આજથી શરૂ થયું કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ, 18 લોકો પર કરવામાં આવશે પરીક્ષણ
કોરોના મહામારી વચ્ચે સોમવારે પટના એઈમ્સમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ છે.
પટના: કોરોના મહામારી વચ્ચે સોમવારે પટના એઈમ્સમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવેલા 18 લોકોને મેડિકલ તપાસ બાદ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે, ત્યારબાદ 2-3 કલાક ડૉક્ટરોની ટીમ તેમના પર ધ્યાન રાખશે, બાદમાં તેમને ઘરે મોકલી દેવામાં આવશે. પ્રથમ ડોઝના સફળ પરીક્ષણ બાદ લોકોને બીજો અને ત્રીજો ડોઝ આપવામાં આવશે.
આ વાતની જાણકારી આપતા પટના એઈમ્સના અધ્યક્ષ ડૉ સી.એમ સિંહ જણાવ્યું કે વેક્સીનના હ્યુમન ટ્રાયલ માટે જે 18 લોકોની પસંદગી કરવામાં આવી છે, તેમને આજે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે. તમામની શારીરિક તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને વેક્સીન આપવામાં આવશે અને ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવશે.
ડૉ સિંહે જણાવ્યું કે તપાસ માટે હોસ્પિટલ પ્રબંધનના 18-55 વર્ષના 18 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમણે વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. આ પહેલા તેમના મેડિકલ ચેકઅપ માટે યૂરીન અને બ્લડ સેમ્પલ લેવામાં આવશે. આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર, જેમના રિપોર્ટ યોગ્ય રહેશે, તેમને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion