શોધખોળ કરો
Advertisement
આ રાજ્ય પર ત્રાટકશે વાવાઝોડુ ‘ગતિ’, જાણો ગુજરાતમાં કેટલી અસર થશે
આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે તામિલનાડુના અનેક વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બુધવારે સિઝનનું પ્રથમ વાવાઝોડુ ગતિ તામિલનાડુ પર ત્રાટકશે. જો કે ગતિ વાવાઝોડાથી ગુજરાતમાં અસર થવાની સંભાવના નહીંવત છે. તેમ છતા સાવધાનીને પગલે ઓખા, જાફરાબાદ અને વેરાવળ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયુ છે.
તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલામાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે.
માછીમારોને પણ 25 નવેમ્બર સુધી દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા તામિલનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 80થી 90 કિ.મી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતિ વાવાઝોડુ 50 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે આ વાવાઝોડથી ગુજરાતમને કોઈપણ પ્રકારની અસર થાય તેની સંભાવના નહીંવત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion