Language Row: તમિલને પણ હિન્દી જેવા સમાન અધિકાર મળે તે માટે તમિલનાડુના CM સ્ટાલિનની PM મોદીને અપિલ
એમ.કે સ્ટાલિને કહ્યું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં તમિલનાડુમાં આવ્યા છે તો, હું કેટલાક મુદ્દે તેમને અપિલ કરું છું.
Tamil Nadu CM MK Stalin in Chennai: ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને કહ્યું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં તમિલનાડુમાં આવ્યા છે તો, હું કેટલાક મુદ્દે તેમને અપિલ કરું છું. હું પીએમ મોદીને અપિલ કરું છું કે, હાઈકોર્ટમાં તમિલને પણ એક આધિકારીક (ઓફિશીયલ) ભાષાના રુપે જાહેર કરવામાં આવી જોઈએ.
પીએમ મોદીના કાર્યક્રમમાં એમ.કે સ્ટાલિને કહ્યું કે, અમે મિત્રતાનો હાથ આગળ વધારીશું, પરંતુ પોતાના અધિકારો માટે અવાજ પણ ઉઠાવશું. અમારી ભાષા તમિલને પણ હિન્દીની જેમ સમાન અધિકાર મળે, ઔપચારિક ભાષાની માન્યતા મળે. અમારા પર હિન્દી થોપવામાં ના આપે. નીટ (Neet) રદ્દ કરવામાં આવે. એમ.કે સ્ટાલિને એમ પણ કહ્યું કે, અમે નીટ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છીએ અને અમે વિધાનસભામાં એક બિલ પસાર કર્યું છે. અમે પીએમને અપિલ કરીએ છીએ કે, નીટ પરીક્ષામાંથી તમિલનાડુને છૂટ આપવામાં આવે.
પીએમ મોદી પાસે આ માંગણી પણ કરીઃ
સ્ટાલિને બોલ્યા કે, અમે પ્રધાનમંત્રીને કહીએ છીએ કે, શ્રીલંકા પાસેથી કચ્ચાતીવું દ્વીપ પરત લેવામાં આવે. જેથી આપણા માછીમારો સમુદ્રમાં સ્વતંત્ર રીતે માછીમારી કરી શકે. સ્ટાલીને કહ્યું કે, મેં સરકારને કહ્યું છે કે, તમિલનાડુ રાજ્યને કેન્દ્ર પાસેથી જીએસટીના 14006 કરોડ રુપિયા લેવાના બાકી નિકળે છે તે પણ રાજ્યને આપવામાં આવે.
પીએમ મોદીએ આપ્યો જવાબઃ
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનના માંગો અંગે જવાબ આપતાં કહ્યું કે, તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે. ચેન્નાઈ થી કેનેડા સુધી, મદુરાઈ થી મલેશિયા સુધી, નમક્કલ થી ન્યુયોર્ક સુધી, સલેમ થી દક્ષિણ આફ્રિકા સુધી પોંગલ અને પુથાંડુના તહેવારોને ભારે ઉત્સાહ સાથે મનાવામાં આવે છે.
આ પણ વાંચોઃ