શોધખોળ કરો
Advertisement
બાલાકોટ એર સ્ટ્રાઈક સંબંધિત વીડિયો અંગે IAFએ કહ્યું- આ અસલી વીડિયો નથી, પ્રોમોશનલ હતો
મીડિયાને સંબોધન કરતી વખતે ભદોરિયાએ કહ્યું કે સરકાર આદેશ આપશે તો ભારતીય વાયુસેના એકવાર ફરી બાલાકોટ આતંકી કેમ્પ પર હુમલો કરવા માટે તૈયાર છે.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની પ્રેસ કોન્ફ્રેસમાં બાલાકોટ એર સ્ટ્રાઈકનો એક વીડિયો ચલાવતા વિવાદ ઊભો થયો છે. વાયુસેના પ્રમુખે આર.કે.એસ. ભદોરિયાએ સંબોધન પહેલા બાલાકોટ સ્ટ્રાઈક સાથે સંબંધિત એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં હુમલાના ગ્રાફિક્સ દર્શાવ્યા હતા અને અંતમાં બાલાકોટની સેટેલાઈટ ઇમેજ દર્શાવી હતી. પરંતુ બાદમાં આર કે એસ ભદોરિયાએ સ્પષ્ટતા કરી કે આ સ્ટ્રાઇકનો ઓરિજનલ વીડિયો નથી. આ એક પ્રોમોશનલ વીડિયો છે. જો કે, તેમણે કહ્યું વાયુસેના પાસે એર સ્ટ્રાઈકના પુરાવા છે.
મીડિયાને સંબોધન કરતી વખતે ભદોરિયાએ કહ્યું કે સરકાર આદેશ આપશે તો ભારતીય વાયુસેના એકવાર ફરી બાલાકોટ આતંકી કેમ્પ પર હુમલો કરવા માટે તૈયાર છે. ભદોરિયાએ કહ્યું કે અમે સરકાર દ્વારા આપવામાં આવેલી કોઈ પણ જવાબદારી (આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઈક) માટે તૈયાર છે.
વાયુસેનાએ કહ્યું - MI-17 હેલિકોપ્ટર તોડી પાડવું અમારી મોટી ભૂલ, દોષી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement