શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના રેપિડ ટેસ્ટ કિટને લઈ ICMRએ રાજ્યોને આપ્યા નિર્દેશ, આગામી બે દિવસ સુધી ઉપયોગ ન કરે
ICMRએ જણાવ્યું કે, એક રાજ્યમાંથી રેપિટ ટેસ્ટ કિટને લઈ ફરિયાદ મળી હતી અને તે ખામીને દૂર કરવામાં આવશે.
નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્યોને સલાહ આપી છે કે, બે દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ન કરે. તપાસ બાદ બે દિવસમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ICMRએ જણાવ્યું કે, એક રાજ્યમાંથી રેપિટ ટેસ્ટ કિટને લઈ ફરિયાદ મળી હતી અને તે ખામીને દૂર કરવામાં આવશે.
ICMR-NICEDના અધિકારીઓએ કહ્યું કે, આમ બની શકે છે કારણ કે કિટને સ્ટાન્ડર્ડાઈઝ કરવામાં નથી આવી અને તેઓ આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, આ કિટને અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનની મંજૂરી પ્રાપ્ત હતી. પરંતુ એ જાણવા મળ્યું છે કે, આ કિટ 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર રાખવા પર ખામીયુક્ત પરિણામ દર્શાવે છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે.
એનઆઈસીઈડીએ પશ્ચિમ બંગાળની કેટલીક સરકારી ટેસ્ટ લેબમાંથી ખામીવાળી કોવિડ-19 ટેસ્ટ કિટનો માલ પરત લઈ લીધો છે. તબીબી એકમના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ખામીવાળી કિટ પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી(એનઆઈવી) દ્વારા આપવામાં આવેલી કિટ સાથે બદલવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion