શોધખોળ કરો

Cyclone: બંગાળની ખાડીમાં મંડરાઇ રહ્યો છે ચક્રવાતનો ખતરો, આ રાજ્યમાં વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

દક્ષિણ ભારતમાં ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે કારણ કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આ ક્ષેત્ર ધીમે ધીમે તમિલનાડુ અને શ્રીલંકાના કિનારા તરફ આગળ વધી શકે છે.

ચક્રવાતની સંભાવનાઓ

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર સર્જાવાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી 36 કલાકમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ પછી તે તમિલનાડુ અને શ્રીલંકાના દરિયાકિનારા તરફ આગળ વધી શકે છે.

કયા રાજ્યોને અસર થશે?

IMD અનુસાર, 14 નવેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.

તામિલનાડુમાં 15 નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 4 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં  13 થી 16 નવેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ છે. 14 નવેમ્બરે તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ચક્રવાતી હવામાન પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, અને IMDની ચેતવણી મુજબ, આગામી થોડા દિવસોમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં  થઇ રહી છે સિઝનની પ્રથમ હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે હવામાન બદલાયું છે. ગુલમર્ગ અને ગુરેઝના ઊંચા વિસ્તારોમાં સોમવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. જમ્મુ-કશ્મીરમાં અત્યારે મૌસમનો મિજાજ બદલાયો છે, મોટા ભાગના વિસ્તારમાં ખુશનુમા વાતાવરણ છવાયુ છે. રાજ્યના બાંદીપોરા, સોનમર્ગ, પૂંછમાં હાલમાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઇ છે. બરફવર્ષાને કારણે કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, તો કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ જતાં પર્યટકોમાં ખુશી જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં સોમવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. પીર કી ગલીમાં ભારે હિમવર્ષા બાદ મુગલ રૉડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget