શોધખોળ કરો

ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી

આ વર્ષે માત્ર 92% વરસાદ પડવાની સંભાવના; ઓછો વરસાદ ખેતી, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને શેરબજાર પર સીધી અસર કરશે, શાકભાજી અને કઠોળ વધુ મોંઘા થવાનો ડર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 2026 ચોમાસાની આગાહી: 92% વરસાદની શક્યતા.
  • અલ નીનોની અસર, મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ ઘટશે.
  • ખેતી, મોંઘવારી અને ગ્રામીણ અર્થતંત્ર પર પડશે અસર.
  • મે અંતે IMD ની વિગતવાર આગાહીની રાહ જોવાશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ 2026 ના ચોમાસાને લઈને પોતાની પહેલી આગાહી જાહેર કરી દીધી છે, અને તે ખેડૂતો તેમજ સામાન્ય માણસ માટે થોડા ચિંતાજનક સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સરેરાશ કરતા ઓછો એટલે કે માત્ર 92% જેટલો જ વરસાદ થવાની શક્યતા છે. આ નબળા ચોમાસા પાછળ 'અલ નીનો' ની અસર જવાબદાર માનવામાં આવી રહી છે. ઓછો વરસાદ થવાથી ખેતી, મોંઘવારી, અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. જોકે, આ માત્ર પ્રાથમિક અંદાજ છે અને મે મહિનાના અંતમાં વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

અલ નીનો બગાડશે વરસાદનો માહોલ

IMD ના જણાવ્યા પ્રમાણે, મોડેલમાં 5% ની વધઘટ થઈ શકે છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે, પણ ચોમાસાની શરૂઆત થતાં જ 'અલ નીનો' સક્રિય થવાની પૂરી શક્યતા છે, જે વરસાદને નબળો પાડશે. જોકે, સિઝનના અંત ભાગમાં હિંદ મહાસાગરમાં 'પોઝિટિવ IOD' (ઈન્ડિયન ઓશન ડાયપોલ) જોવા મળી શકે છે, જે કદાચ થોડી રાહત આપી શકે.

કયા વિસ્તારોમાં રહેશે દુષ્કાળનો ડર?

ભલે હવામાન વિભાગે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર નથી કર્યો, પરંતુ આગાહી મુજબ ઉત્તર ભારતના ગંગાના મેદાનો, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી શકે છે. દેશમાં બધે એકસરખો વરસાદ નહીં પડે. ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પ્રમાણમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મિશ્ર માહોલ જોવા મળશે.

સામાન્ય માણસ અને ખેડૂતો પર શું થશે અસર?

નબળું ચોમાસું સામાન્ય માણસના ખિસ્સા પર સીધો પ્રહાર કરશે. ઓછો વરસાદ ખેતી પર મોટું દબાણ ઊભું કરશે, જેનાથી વાવણીથી લઈને પાક ઉત્પાદન ઘટશે. ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ખેતી નબળી પડતાં ગામડાંઓમાં લોકોની આવક ઘટશે, જેની સીધી અસર ટ્રેક્ટર અને ટુ-વ્હીલરના વેચાણ પર પડશે. બીજી તરફ, નદી અને ડેમોમાં પાણીનું સ્તર ઘટશે અને ગરમી વધવાથી વીજળીની માંગ પણ આસમાને પહોંચશે.

ભૂતકાળમાં પણ અલ નીનોએ બગાડ્યો છે ખેલ

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અલ નીનો આવે છે, ચોમાસું ખોરવાય છે. આંકડા પર નજર કરીએ તો 2002 માં 19%, 2004 માં 14%, 2009 માં 22% અને 2015 માં 14% ઓછો વરસાદ નોંધાયો હતો, અને ત્યારે પણ દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આની અસર છેક શેરબજાર સુધી જોવા મળે છે, ખાસ કરીને ખેતી, ટ્રેક્ટર ઉત્પાદન અને ગ્રામીણ માંગ પર આધારિત કંપનીઓના શેર પર દબાણ વધે છે.

અત્યારે તો બજાર અને ખેડૂતોની નજર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવનારી IMD ની બીજી અને વિગતવાર આગાહી પર ટકેલી છે. હાલ પૂરતું, દેશમાં અલગ-અલગ જગ્યાએ (જેમ કે દક્ષિણપૂર્વ પાકિસ્તાન-રાજસ્થાન બોર્ડર અને આસામ-બિહાર પર) ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે, જે સ્થાનિક હવામાનમાં ફેરફાર લાવી રહી છે.

Frequently Asked Questions

2026 માં ચોમાસાની આગાહી શું છે?

IMD મુજબ, 2026 માં સરેરાશ કરતાં ઓછો, લગભગ 92% વરસાદ થવાની શક્યતા છે. 'અલ નીનો' તેની મુખ્ય અસર ગણાવાય છે.

કયા વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી શકે છે?

ઉત્તર ભારતના ગંગાના મેદાનો, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે અછતનો ભય છે.

નબળા ચોમાસાની સામાન્ય માણસ પર શું અસર થશે?

ખાદ્ય ચીજો, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવ વધશે. ગ્રામીણ આવક ઘટશે અને વીજળીની માંગ વધશે.

અલ નીનોનો વરસાદ પર શું પ્રભાવ પડે છે?

'અલ નીનો' વરસાદને નબળો પાડે છે, જેના કારણે ભૂતકાળમાં પણ ચોમાસામાં ખોટ અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget