![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kerala Heavy Rain Forecast: કેરલમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે કેરલમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના વ્યક્ત કરી છે.
![Kerala Heavy Rain Forecast: કેરલમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી IMD predicts heavy rain in kerala Kerala Heavy Rain Forecast: કેરલમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/ab45656fa55c7d28c39eec93a248b860171784477353078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kerala Heavy Rain Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે કેરલમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર, 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તિરુવનંતપુરમ જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે કોલ્લમ, પથાનમથિટ્ટા અને થ્રિસુર જિલ્લામાં એક કે બે સ્થળોએ મધ્યમ વરસાદ અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. હવામાન વિભાગે દક્ષિણ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે.
આ દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે તિરુવનંતપુરમમાં અરુવિક્કારા ડેમનો દરવાજો શનિવારે સવારે 25 સેમી જેટલો ખોલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગામી કલાકોમાં વધુ દરવાજા ખોલવામાં આવી શકે છે અને નજીકમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના છે. વર્ષ 2023માં ચોમાસું રાજ્યમાં મોડું પહોંચ્યું હતું. જો કે, ચોમાસું વિદાય થયું ત્યાં સુધીમાં વરસાદનો ક્વોટા લગભગ પૂર્ણ થઈ ગયો હતો. રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ 1142.1 મીમી વરસાદ પડે છે અને ગયા વર્ષે 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 1061.3 મીમી વરસાદ નોંધાયો હતો જે સરેરાશ કરતા 7 ટકા ઓછો હતો.
ચોમાસાના આગમનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અહીંનું હવામાન પણ બદલાઈ રહ્યું છે. જો કે, લાંબા સમય સુધી વરસાદ પડ્યો ન હતો જેના કારણે ભેજવાળી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કેરલમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી છે ત્યારે ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેરલના ચોમાસાની એન્ટ્રી થઈ છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલા ચોમાસુ કેરલ પહોંચ્યું હતું. વરસાદ પડવાના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)