શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ભારે વરસાદને કારણે મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. જોકે પાણીને કાઢવા માટે બીએમસીના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ ભારે વરસાદને કારણે મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે.
મુંબઈ: મુંબઈનગરીમાં ફરી એકવાર આફતનો વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકો પર પણ પાણી ભરાઈ ગયા હતાં. મંગળવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદને કારણે મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. જોકે પાણીને કાઢવા માટે બીએમસીના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ ભારે વરસાદને કારણે મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ બે દિવસ મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે.
મુંબઈમાં આખી રાત અટકી અટકીને વરસાદ પડ્યો હતો. આ જ કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બુધવારે સવારે પાંચ વાગ્યા સુધી કોલાબોમાં 171 મીમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં 58 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અમુક કલાક સુધી આ જ પ્રકારે વરસાદ પડી શકે છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જરા પણ વરસાદ પડ્યો નથી. આ કારણે રાજ્યમાં કૃત્રિમ વરસાદ કરાવીને ખેડૂતોને રાહત આપવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મંગળવારે રાજ્ય સરકારે સોલાપુર અને ઔરંગાબાદમાં કૃત્રિમ વરસાદ કરાવ્યો હતો જેના કારણે ખેડૂતોને દુષ્કાળથી રાહત મળે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement