શોધખોળ કરો
Advertisement
ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની IMDએ કરી મોટી આગાહી? કયા-કયા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું? જાણો વિગત
ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં અગામી સમય પણ વરસાદનો દોર ચાલુ રહેશે.
સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં અગામી સમય પણ વરસાદનો દોર ચાલુ રહેશે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને ઓડિશામાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ઓડિશામાં મહાનદી તોફાને ચઢેલી છે. આસપાસના જીલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં આગામી એક અઠવાડીયા સુધી ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી 48 કલાકમાં ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે, મોનસૂનના શરૂઆતના સમયમાં ઓછો વરસાદ થવા છતાં જુલાઈના અંત અને ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં વરસાદની એવરેજ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યો એવા છે જ્યાં એવરેજથી વધારે વરસાદ નોંધાયો છે. 21 રાજ્યોમાં વરસાદ સામાન્યના આંકડે પહોંચવાના નજીક છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના અન્ય ભાગમાં છેલ્લા 24 કલાકથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના કેટલાક ભાગમાં સામાન્યથી ભારે વરસાદ થયો. જબલપુરમાં 200 મીમી વરસાદ નોંધાયો હતો.
મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં આગામી એક અઠવાડીયામાં ભારે વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં 55 કિમીની ઝડપે હવા ચાલવાની સંભાવના છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement