શોધખોળ કરો
Advertisement
દેશના કયા બે રાજ્યોમાં ચોમાસુ પહોંચ્યું, ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
ગુરૂવારે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ મહારાષ્ટ્ર અને ગોવામાં આગમન કરી દીધું છે. આગામી બે દિવસ તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે.
મુંબઈ: દેશના મોટા ભાગમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે ગોવા અને મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું છે. મહારાષ્ટ્ર અને ગોવામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ મુંબઈ સહિતના તટીય વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે.
ગુરૂવારે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ મહારાષ્ટ્ર અને ગોવામાં આગમન કરી દીધું છે. આગામી બે દિવસ તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દક્ષિણ અને તટીય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા, કેરળ, તટીય કર્ણાટક, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 14મી જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદ લોકો માટે મુસીબતરૂપ બની શકે છે તેમ જણાવ્યું હતું.
ગુરૂવારે તટીય રાજ્ય ગોવામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ 12-13 જૂને ગોવામાં ભારે વરસાદી આગાહી કરી છે. ગોવામાં બુધવારથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે અને મડગાંવમાં મહત્તમ સાત સેમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion