શોધખોળ કરો
Advertisement
અનેક રાજ્યોમાં થઈ શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
ઉત્તરી મેદાની વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે. આ હવા પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને સાથે દિલ્હીના ન્યૂનતમ તાપમાનને ઘટાડશે. આ હવાના કારણે ઠંડા પવનનો અનુભવ પણ થઈ શકે છે.
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદથી જનજીવન પ્રભાવિત હોય તેવું જોવા મળી રહ્યું છે. અનેક રસ્તાઓના સંપર્ક પણ તુટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કાતિલ ઠંડીને કારણે અનેક રાજ્યો પ્રભાવિત જોવા મળ્યાં છે. જેના કારણે વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે. અઠવાડિયાના અંત સુધી અનેક રાજ્યોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
સ્કાયમેટની આગાહી પ્રમાણે, ઉત્તરી મેદાની વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે. આ હવા પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને સાથે દિલ્હીના ન્યૂનતમ તાપમાનને ઘટાડશે. આ હવાના કારણે ઠંડા પવનનો અનુભવ પણ થઈ શકે છે.
આગામી 24 કલાકમાં અરૂણાચલ પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે. આ સિવાય ભારે હિમવર્ષા પણ થાય તેવી સંભાવના છે. અન્ય તરફ આસામ, નાગાલેન્ડમાં કડાકા સાથે વરસાદની સંભાવના છે. આગામી 28 અને 29 જાન્યુઆરીએ વરસાદ થાય તેવી શક્યતા છે. નઝીબાબાદ, સહારનપુરથી લઈને રાજધાની લખનઉ અને કાનપુર સુધી અનેક જગ્યાઓએ સામાન્ય વરસાદ રહેશે તેવું માનવું છે.
આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં સામાન્ય હિમવર્ષા થઈ શકે છે. આ સાથે જ થોડા અંતરે ઠંડા પવન અને સાથે જ તડકાની પણ અસર જોવા મળશે. જેના કારણે હવામાનમાં સામાન્ય ઠંડી રહેશે. ધુમ્મસમાં ઘટાડો થશે અને આ સાથે ઝારખંડ અને ઓરિસ્સામાં પણ સામાન્ય વરસાદ રહેશે.28 और 29 जनवरी को उत्तर प्रदेश के पश्चिमी और मध्य जिलों में बारिश होने की संभावना है। नजीबाबाद, सहारनपुर से लेकर #Lucknow और कानपूर तक कई जगहों पर हलकी से मध्यम बारिश हो सकती है।https://t.co/txkrapDBBC
— SkymetWeather (@SkymetWeather) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion