Immunity: કોરોનાકાળમાં આ રીતે વધારો નવજાત શિશુની ઇમ્યુનિટિ, આ વસ્તુને ડાયટમાં સામેલ કરવાથી માના દૂધની ગુણવતતા વધારી શકાય છે
નવજાત બાળકની ઇમ્યૂનિટી વધારવા માટે માતાએ એવો ખોરાક લેવો જોઇએ જેનાથી દૂધની ગુણવત્તા વધારી શકાય
![Immunity: કોરોનાકાળમાં આ રીતે વધારો નવજાત શિશુની ઇમ્યુનિટિ, આ વસ્તુને ડાયટમાં સામેલ કરવાથી માના દૂધની ગુણવતતા વધારી શકાય છે immunity increase immunity of newborn in this corona period follow these simple tips Immunity: કોરોનાકાળમાં આ રીતે વધારો નવજાત શિશુની ઇમ્યુનિટિ, આ વસ્તુને ડાયટમાં સામેલ કરવાથી માના દૂધની ગુણવતતા વધારી શકાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/09/7bd29cc3e54a477bcefa787143f95194_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Immunity: જ્યારે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તે બહુ ઝડપથી શરદી, તાવ અને વાયરલ સંક્રમણની ઝપેટમાં આવી જાય છે. તો બાળકોની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવીની કેટલીક રીત સમજી લઇએ.
કોરોનાની મહામારીમાં સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ડોક્ટર અને નિષ્ણાતનું માનવું છે કે, મહામારીથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ જ રક્ષાકવચ છે. આ સ્થિતિમાં ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી અનિવાર્ય છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો નાની મોટી દરેક બીમારીનો વ્યક્તિ શિકાર થાય છે. લો ઇમ્યૂન સિસ્ટમ ધરાવતાં બાળકો વારંવાર બીમાર પડે છે. શરદી,. ખાંસી, તાવ વાયરલ સંક્રમણ વધુ થવાનું જોખમ રહે છે. તો આપ આપના બાળકને મહામારીના સમયમાં બીમારીથી બચાવવા માંગતા હો તો તેમની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરી જરૂરી છે. તો સમજીએ કે કઇ રીતે બાળકોની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરી શકાય.
બાળકોની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે માઇક્રોનૂટ્રીઅન્ટ મોટી ભૂમિકા છે. માનું દૂધ બાળકના સ્વાસ્થ્યમાં મોટી ભૂમિકા ભજવે છે. તો નવજાત બાળકને નવ માસ 6 મહિના સુધી માનું દૂધ બેસ્ટ પોષણયુક્ત આહાર છે. આ સિવાય વિટામિન-'સી' થી ભરૂપૂર આહાર પણ બાળકને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આમળા, સંતરા, લીંબુ ઇમ્યુનિટી વધારવામાં કારગર સાબિત થાય છે. વિટામીન સીને બીજો પણ એક ફાયદો છે. તે આયરનના અવશોષણ માટે પણ કારગર છે. માને તેના દુધની ગુણવતતા વધારવા માટે વિટામીન બી-6થી ભરપૂર ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઇએ, બી-6 વિટામીનથી ભરપૂર એવા ખાદ્ય પદાર્થ કિન્ન, માછલી વગેરેનું સેવન કરવું જોઇએ. ઉપરાંત નટસ અને બીજ પણ સંક્રમણને વધારવા માટે ઉપયોગી છે.
બાળકોને થોડીવાર સવારના કૂમળા તાપમાં બેસાડો
નવજાત શિશુને થોડો સમય માટે તાપમાં બેસાડો. જેથી વિટામીન ડી મળીી રહે. બાળકને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે તે આવશ્યક છે. બાળકોની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરીને તેને સિઝનલ બીમારી અને અન્ય સંક્રામક બીમારીથી બચાવી શકાય છે.
બાળકને તેલની માલિશ કરો
બાળકોની સવારના તાપમાં બેસાડીને હળવા હાથોથી તેની માલિશ કરો. તેનાથી બાળકનો હાંડકાની સાથે ઇમ્યૂન સિસ્ટમ પમ મજબૂત બને છે. આ સાથે બાળકોને તેલથી માલિશ કરવાથી તેની કોશિકા પણ સારી રીતે કામ કરે છે.જેનાથી તેને સારી ઊંઘ મળે છે .
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)