શોધખોળ કરો
Advertisement
શું તમને ખબર છે તમારી ઈમ્યુનિટી મજબૂત છે કે નબળી ? આ રીતે કરો ચેક
કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે.
આ રીતે જાણો તમારી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત છે કે નબળી
- જો તમે ઘરના અન્ય સભ્યોની તુલનામાં ઝડપથી બીમાર પડતાં હો, સતત શરદી, ઉધરસથી પરેશાન રહેતા હો તો તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે.
- જે લોકોની ઈમ્યુન સિસ્ટમ નબળી હોય તેવા લોકોને હવામાન બદલાતાં કઈંકને કઈંક તકલીફ થવા લાગે છે.
- જો તમને કંઈ ખાવા પીવાથી એલર્જી થતી હોય તો તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી હોવાનું માનવામાં આવે છે.
આ લક્ષણોથી પણ નબળી ઈમ્યુનિટી ઓળખી શકાય છે
- આંખો નીચે કાળા કુંડાળા થવા.
- સવારે ઉઠીને તાજગીનો અનુભવ ન થાય.
- કોઈપણ ચીજમાં ધ્યાન ન લાગવું.
- પેટમાં ગડબડ તથા ચીડિયાપણાનો અનુભવ.
- જલદી થાક લાગવો, વારંવાર બીમાર પડવું.
મજબૂત ઈમ્યુન સિસ્ટમ
- જો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોય તો તમે દવા વગર પણ અનેક પ્રકારના સંક્રમણથી ઠીક થઈ શકો છો. ઈમ્યુન સિસ્ટમ બેક્ટેરિયા, વાયરસ અને બીમારીથી લડે છે અને તમને તંદુરસ્ત રાખે છે.
- સ્ટ્રોંગ ઈમ્યુનિટી માત્ર વાયરસ લોડને જ ઓછી નથી કરતી પરંતુ દરેક પ્રકારના ઈન્ફેક્શનથી તમને બચાવે છે.
- સ્ટ્રોંગ ઈમ્યુનિટી ઘાને જલદી રૂઝાવે છે. શરદી-ખાંસીની અસર નથી થતી.
ઈમ્યુનિટી વધારવા ખાવ આ ફૂડ્સ
- લીંબુ, સંતરા જેવા ખાટા ફળોમાં વિટામિન સી મળે છે, જે ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે.
- ઉનાળામાં દહીંનું સેવન ઈમ્યુન સિસ્ટમને ઠીક કરે છે. દહીં વિટામિન સીથી ભરપૂર હોય છે, જે આપણી ઈમ્યુન સિસ્ટમને સારી રીતે કાર્યરત રાખવામાં મદદ કરે છે.
- કિવીમાં વિટામીન ઈ તથા એન્ટી ઓક્સીડેંટ્સની વધારે માત્રા હોય છે, જેનાથી ઈમ્યુનિટી મજબૂત બને છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement