UPમાં એક મહિનામાં 11 ધારાસભ્યો સાથે આ 17 દિગ્ગજ નેતા અખિલેશની પાર્ટીમાં જોડાયા, જાણો કોણ કોણ જોડાયા સપામાં ?
આ પહેલાં આ ત્રણ ધારાસભ્યે પક્ષ છોડ્યો હતો. બદાયુ જિલ્લાના બિલ્સીના ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ શર્મા હાલમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાને પગલે ભાજપના વધુ સાત ધારાસભ્ય રાજીનામાં આપી શકે છે. રોશનલાલ વર્મા, ભગવતી સાગર, બૃજેશ પ્રજાપતિ, મમતેશ શાક્ય, વિનય શાક્ય, ધર્મેન્દ્ર શાક્ય અને નીરજ મૌર્ય ભાજપ ચોડશે એવું મનાય છે. રોશનલાલ વર્મા જ સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું રાજ્યપાલને આપવા માટે રાજભવન ગયા હતા તેના કારણે રોશનલાલની વિદાય નક્કી મનાય છે.
આ સાત ધારાસભ્યો રાજીનામાં આપશે તો એક મહિનામાં ભાજપ છોડનારા ધારાસભ્યોની સંખ્યા 11 થઈ જશે. 11 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીમાં ભાજપના 17 મોટા નેતાએ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. યોગીના એક કેબિનેટ મંત્રી સહિત 11 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે.
આ પહેલાં આ ત્રણ ધારાસભ્યે પક્ષ છોડ્યો હતો. બદાયુ જિલ્લાના બિલ્સીના ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ શર્મા હાલમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. સીતાપુરથી ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠોડ પણ હવે સમાજવાદી પાર્ટીપામાં સામેલ થઈ ગયા છે. રાકેશ રાઠોડે પોતાની પહેલી ચૂંટણી 2007માં બસપાની ટિકિટ પરથી લડ્યા હતા, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. 2017માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બની ગયા. બહરાઈચના નાનપારાનાં ધારાસભ્ય MLA માધુરી વર્મા પણ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.
આ ઉપરાંત ભાજપના સંગઠનના નેતાઓ પણ સપામાં જોડાયા છે. યુપીની બલિયાની ચિલકલહર વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય રામ ઈકબાલ સિંહ પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જય પ્રકાશ પાંડે પોતાના સમર્થકો સાથે સપામાં જોડાયા છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કે પ્રદેશ મહામંત્રી અશોક કુમાર વર્માને પણ અખિલેશ યાદવે સપાનું સભ્યપદ અપાવ્યું હતું. ભાજપની ટિકિટ પર પ્રયાગરાજથી ચૂંટણી લડેલા શશાંક ત્રિપાઠી પણ સમાજવાદીના સાથે જોડાયા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ સિંહ, પ્રતાપગઢથી ભાજપના પૂર્વ ધારાસભ્ય બ્રજેશ મિશ્રા પણ સપામાં સામેલ થઈ ગયા છે.