આરજી કર કોલેજ જેવી વધુ એક ભયંકર ઘટના,આરોપી વિદ્યાર્થિનીનેને કેમ્પસમાંથી ખેંચીને ગયો અને ત્યારબાદ....
West Bengal MBBS Student Rape case:આ ઘટના 2024ના આરજી કાર મેડિકલ કોલેજ કેસની યાદ અપાવે છે. જેણે રાજ્યને હચમચાવી નાખ્યું હતું, જેમાં એક જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિ સાથે હૃદય હચમચાવી દેતી ઘટના બની.

West Bengal MBBS Student Rape case: બંગાળમાં ફરી એકવાર આરજી કર કોલેજની ઘટનાને તાજી કરતી ભયંકર ઘટના બની છે. અહીં AMBSની વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.
આ વિદ્યાર્થિની ઓડિશાના જલેશ્વરનો રહેવાસી છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી.
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થીની પર કોલેજ હોસ્પિટલ પરિસરમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના 2024ના આરજી કાર મેડિકલ કોલેજ કેસની યાદ અપાવે છે. જેણે રાજ્યને હચમચાવી નાખ્યું હતું, જેમાં એક જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી.
આરોપી વિદ્યાર્થીને કેમ્પસમાંથી ખેંચીને લઈ ગયો.
વિદ્યાર્થીની ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની શુક્રવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ તેના ક્લાસના મિત્રો સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. પરત ફરતી વખતે, બે-ત્રણ યુવાનોએ તેમને અટકાવ્યા હોવાનો આરોપ છે. એકે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો, જ્યારે બીજાએ તેને એકાંત વિસ્તારમાં ખેંચીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું. પીડિતાના મિત્રએ બાદમાં તેને તે જ મેડિકલ કોલેજમાં દાખલ કરી. પોલીસે જણાવ્યું કે, તપાસ ચાલુ છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, અને તેના મિત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ ઘટનાસ્થળની મુલાકાત લેશે
રાષ્ટ્રીય મહિલા આયોગ શનિવાર ના રોજ દુર્ગાપુર મેડિકલ કોલેજના ઘટનાસ્થળની મુલાકાત લેશે. આયોગના સભ્ય અર્ચના મજુમદારે જણાવ્યું હતું કે રાજ્યમાં આવા ગુનાઓ વધી રહ્યા છે કારણ કે ગુનેગારોને સજા મળતી નથી.
આરોગ્ય શિક્ષણ નિયામક રિપોર્ટ માંગે છે
આરોગ્ય શિક્ષણ નિયામક ઇન્દ્રજીત સાહાએ ખાનગી મેડિકલ કોલેજને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવન સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
પિતાએ સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવ્યા
પીડિતાના પિતાએ કહ્યું, "જો હોસ્પિટલમાં સુરક્ષા હોત તો મારી પુત્રી આ સ્થિતિમાં ન હોત." દરમિયાન, બીજા રાજ્યની વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મના આરોપના કારણે દુર્ગાપુર મેડિકલ કોલેજમાં અશાંતિ છે. વિદ્યાર્થીઓએ ઘટના અંગે મૌન વિરોધ પ્રદર્શન કર્યું છે.





















