શોધખોળ કરો
ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઈલ હુમલો કરવાની આપી હતી ધમકી: રિપોર્ટ
પુલવામામાં હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા.
![ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઈલ હુમલો કરવાની આપી હતી ધમકી: રિપોર્ટ india and pakistan threatened each other to missile attack: Report ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઈલ હુમલો કરવાની આપી હતી ધમકી: રિપોર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/17160544/india-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા. આ ખુલાસો ન્યૂઝ એજન્સી રોઇટર્સે પોતાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કર્યો હતો. રોયટર્સે પાંચ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન સહિત અમેરિકાના અધિકારીઓના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો સંઘર્ષ ટળ્યો હતો.
રિપોર્ટ અનુસાર, પશ્વિમી ડિપ્લોમેટ્સ અને નવી દિલ્હી, ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન સ્થિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે, એક સમયે તો ભારતે પાકિસ્તાન પર ઓછામાં ઓછી 6 મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી હતી. તેના પર ઇસ્લામાબાદે પણ ભારતની એક મિસાઈલનો જવાબ ત્રણ ગણી મિસાઇલો ફેંકવાની ધમકી આપી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈના પ્રમુખ આસિમ મુનીરને ફોન કર્યો હતો. ડોભાલે કહ્યું હતું કે અભિનંદન પાકિસ્તાનના કબજામા હોવા છતાં પણ ભારત આતંકવાદ વિરોધી અભિયાનથી પાછળ નહીં હટે.
PMએ ટ્વિટર પર બદલ્યુ નામ, હવે ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’, અનેક BJP નેતા પણ બન્યા 'ચોકીદાર'
ડોભાલે મુનીરને કહ્યું કે ભારતની લડાઈ તે આતંકી સંગઠનો સામે છે જે પાકિસ્તાની જમીન પર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. રૉઈટર્સ અનુસાર, પાકિસ્તાન સરકારના એક મંત્રી સાથે-સાથે ઇસ્લામાંબાદમાં એક પશ્ચિમી ડિપ્લોમેટ્સે પણ આ વાતની પુષ્ટિ કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચિન્હિત કરેલા લક્ષ્યો પર 6 મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. તેઓએ (સૂત્રોએ) આ સ્પષ્ટ નથી જણાવ્યું કે કોણે કોને ધમકી આપી અને કોણે ફોન ઉપાડ્યો હતો, પરંતુ પાકિસ્તાનના મંત્રીએ જણાવ્યું કે તે સમયે બન્ને દેશોની ગુપ્ત એજન્સીઓ એક બીજાના સંપર્કમાં હતી અને હાલમાં પણ સંપર્કમાં છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રૉઈટર્સે ડોભાલની ઓફિસથી તેના પર ટિપ્પણી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે રૉઈટર્સ દ્વારા માંગવામાં આવેલી પ્રતિક્રિયાના જવાબમાં પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારત આ વાતથી અજાણ હતું કે પાકિસ્તાનને મિસાઈલ હુમલાની ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ પણ તેના પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે, જ્યારે મુનીર સાથે રૉઈટર્સનો સંપર્ક થઈ શક્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયથી પણ રૉઈટર્સે આ અંગે પ્રતિક્રિયા માંગી હતી. પરંતુ ત્યાંથી પણ કોઈ જ જવાબ મળ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)