શોધખોળ કરો
Advertisement
પોખરણમાં સ્વદેશી 'નાગ' એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનુ સફળ પરિક્ષણ, થરથર કાંપી જશે દુશ્મન
ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એટીજીએમ) નાગ એ ગુરુવારે સવારે રાજસ્થાનના પોખરણ રેન્જમાં પોતાનુ છેલ્લી પરિક્ષણ પુરી કરી લીધુ છે
નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એટીજીએમ) નાગ એ ગુરુવારે સવારે રાજસ્થાનના પોખરણ રેન્જમાં પોતાનુ છેલ્લી પરિક્ષણ પુરી કરી લીધુ છે. આ યૂઝર-ટ્રાયલ એટલે કે ભૂમિદળ દ્વારા કરવામાં આવેલો છેલ્લો ટેસ્ટ હતો, આ પછી માનવામાં આવી રહ્યું છે કે આ એટીજીએમ મિસાઇલનુ માસ પ્રૉડક્શન શરૂ થઇ જશે,અને સેનામાં સામેલ થવાનો રસ્તો ખુલી જશે.
રક્ષા મંત્રાલય અનુસાર થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલને નાગ મિસાઇલ કેરિયર, નામથી છોડવામાં આવી અને સટીક નિશાન લગાવતા આર્મરને તોડી પાડ્યુ હતુ. આ દરમિયાન મિસાઇલને વૉર હેડથી ઇન્ટીગ્રેટ કરવામાં આવી હતી, અને ટાર્ગેટ એક નિશ્ચિત દુરી પર રાખવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે નાગ મિસાઇલને ડીઆરડીઓએ તૈયાર કરી છે, અને આને મજબૂત ટેન્કો પર હુમલો કરવા માટે વાપરવામાં આવે છે. મિસાઇલમાં ફાયર એન્ડ ફોરગેટ ટૉપ એટેક એટલે કે આકાશમાંથી હુમલો કરવાની ક્ષમતા છે, અને મજબૂતથી મજબૂત ટેન્કોને પણ તબાહ કરી શકે છે. આની રેન્જ 500 મીટરથી લઇને 4 હજાર કિલોમીટર સુધીની છે.
નાગ મિસાઇલને ભારતીય સેના નામિક કેરિયરથી છોડવામાં આવશે. નામિકા એક બીએમપી-2 કેરિયર વ્હિકલ છે, જેને ઓર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડ, મેઢક તૈયાર કરી રહ્યું છે. હવે કેમકે સેનાએ પણ નાગનુ સફળ પરિક્ષણ કરી લીધુ છે, એટલે આ સ્વદેશી મિસાઇલનુ પણ માસ પ્રૉડક્શનનુ કામ શરૂ થઇ જશે. નાગનુ પ્રૉડક્શન બીડીએન એટલે કે ભારત ડાયનેમિક્સ લિમીટેડ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement