શોધખોળ કરો

INDIA Meeting: રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ INDIAની પ્રથમ બેઠક, લેવાઇ શકે છે અનેક મહત્વના નિર્ણયો

6 વિરોધ પક્ષો ભારત (I.N.D.I.A.) ના ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાવા જઈ રહી છે.

INDIA Mumbai Meeting: 26 વિરોધ પક્ષો ભારત (I.N.D.I.A.) ના ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાવા જઈ રહી છે. મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ આ બેઠકનું મહત્વ વધી ગયું છે. આ બેઠકના સંગઠનને લઈને શનિવારે (5 ઓગસ્ટ) મહા વિકાસ અઘાડી (MVA)ની બેઠક પણ યોજવામાં આવી છે.

એમવીએની બેઠક બાદ કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું હતું કે શરદ પવાર, અશોક ચવ્હાણ, નાના પટોળે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત સહિત ઘણા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) મુંબઈમાં યોજાનારી બેઠકનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું મુંબઈ આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

વિપક્ષની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવી શકે છે

આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનના સંયોજકના નામની સાથે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. વિરોધ પક્ષોની આ ત્રીજી બેઠક છે. અગાઉ 23 જૂને પટનામાં અને 17-18 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. છેલ્લી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઠબંધનનું નામ 'ઇન્ડિયા' (ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન) તરીકે જાહેર કર્યું હતું.

બેઠક વહેંચણી પર ચર્ચા થઈ શકે છે

મલ્લિકાર્જુન ખડગેએ 18 જૂલાઈએ કહ્યું હતું કે વિપક્ષની આગામી બેઠક મુંબઈમાં યોજાશે, જેમાં 11 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. સંકલન સમિતિના સભ્યો સંયોજકનું નામ નક્કી કરશે. છેલ્લી બેઠકમાં, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તમામ પક્ષોને સીટ વહેંચણી જલ્દી શરૂ કરવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ત્રીજી બેઠકમાં સીટ શેરિંગ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસ ઉત્સાહિત

રાહુલ ગાંધીની સજા પર રોક બાદ હવે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસના નેતાઓમાં વધુ ઉત્સાહ જોવા મળશે. રાહુલ ગાંધીને રાહત મળી છે તો કોંગ્રેસનો સૂર બદલાઈ શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ કોંગ્રેસ હવે અન્ય પક્ષો પર દબાણ લાવવાની સ્થિતિમાં છે.

કોંગ્રેસનો સૂર બદલાઈ શકે છે

વિપક્ષી દળોની અત્યાર સુધી યોજાયેલી બેઠકોમાં કોંગ્રેસ પીએમના ચહેરાના સવાલને વધારે મહત્વ આપી રહી ન હતી. કારણ કે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નહોતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેમની બે વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે જેના કારણે તેમને સંસદનું સભ્યપદ ફરીથી મળી જશે અને ચૂંટણી લડવાનો રસ્તો સાફ કરી દીધો છે ત્યારે કોગ્રેસના સૂર બદલાઈ શકે છે.

શું રાહુલ ગાંધી બનશે વિપક્ષી ગઠબંધનના નેતા?

ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાહુલ ગાંધીને લઈને છેલ્લી બેઠક બાદ જોઈન્ટ પીસીમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી અમારા પ્રિય નેતા છે. આ સિવાય પહેલી બેઠકમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવે રાહુલ ગાંધીને વિપક્ષી ગઠબંધનના નેતા બનાવવાના સંકેત આપ્યા છે.

નીતિશ કુમારની નારાજગીની ચર્ચા

આ બેઠકને લઈને તમામની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ રહેશે. બીજી બેઠક બાદ નીતિશ કુમાર નારાજ થયા હોવાની ચર્ચા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હજુ સુધી તેમને કન્વીનર ન બનાવાતા નીતિશ કુમાર નારાજ છે. જો કોંગ્રેસ હોબાળો નહીં કરે તો સંભવતઃ મુંબઈની બેઠકમાં તેમના નામની જાહેરાત થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget