શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28,079 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,57,544 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે.

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2424 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 2756 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28,079 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,57,544 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,814 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના રસીકરણનો કુલ આંક 218, 99,72,644 પર પહોંચ્યો છે, જેમાંથી ગઈકાલે 1,84,540 ડોઝ આપવામાં આવ્યા હતા.

કોરોના હજુ ગયો નથી, આ દેશોમાં ફરી માર્યો છે ફૂંફાડો

ભારતમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા છે, પરંતુ વિદેશમાં કોરોના કેસ વધવા લાગ્યા છે.  યુરોપમાં શિયાળો જામવાની સાથે સાથે કોરોનાની એક નવી લહેર આવવાનું જોખમ પણ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ રસીઓના પ્રકાર બાબતે જે ભ્રમ પ્રવર્તી રહ્યા છે તેનાના કારણે બૂસ્ટર ડોઝની અસર પણ મર્યાદિત થઇ જવાની સંભાવના છે.સમરમાં બીએ.4 અને બીએ.5 પેટા વેરિઅન્ટ પ્રભાવી હતા તે જ હાલ મોટાભાગના કેસોનું કારણ જણાયા છે. ચિંતાનો વિષય એ  છે કે ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ પણ બહાર આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વિજ્ઞાાનીઓ ઓમિક્રોનના નવા સ્વરૂપો પર નજર રાખી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બહાર પાડેલા અઠવાડિક આંકડાઓ અનુસાર ઇટાલીમાં કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે આઇસીયુમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની સરખામણીમાં 21 ટકા દર્દીઓનો વધારો થયો છે. બ્રિટનમાં પણ આ અઠવાડિયે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની તુલનામાં 45 ટકાનો વધારો જણાયો છે.  ઓમિક્રોન પર અસરકારક રસીઓ યુરોપમાં સપ્ટેમ્બરમાં જ આપવાની શરૂ થઇ હતી. 

આ પણ વાંચોઃ

Section 144: ગુજરાતમાં કયા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી ? જાણો શું છે કારણ ને કોને મળશે છૂટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત

કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ

આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી

અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર

પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ

દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી

Embed widget