(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટ્યા, મૃત્યુઆંક વધ્યો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 47માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 150માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9283 નવા કેસ નોંધાયા છે અને 437 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10949 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 537 દિવસની નીચલી સપાટી 1,11,481 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4972 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 118,44,23,573 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 76,58,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,46,47,136 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,57,697 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 17 હજાર 696
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 57 હજાર 698
- એક્ટિવ કેસઃ 1 લાખ 11 હજાર 481
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 584
#COVID19 | India reports 9,283 new cases, 10,949 recoveries & 437 deaths in the last 24 hours, as per Health Ministry.
— ANI (@ANI) November 24, 2021
Active cases stand at 1,11,481 - lowest in 537 days pic.twitter.com/r08WkMZQJj