Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિ
Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિ
વર્ષના અંતિમ દિવસે સુરતના હજીરાની AMNS કંપનીમાં આગની ઘટના બની છે. બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીના મોત નિપજ્યા છે જ્યારે 6 કર્મચારીઓ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી.
આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આગ ટૂ યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લિફ્ટ સુધી પહોંચી હતી. આ આગના કારણે લિફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગ લાગવાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે.
કંપનીના સંબંધિત અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાને લઈ વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ પહોંચી છે.જે લોકોને ઈજા પહોંચી છે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.