India Corona Cases Today: છેલ્લા 24 કલાકમાં 67,084 કેસ નોંધાયા, 1241 લોકોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,084 કેસ નોંદાયા હતા. જ્યારે તેની સામે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,084 કેસ નોંદાયા હતા. જ્યારે તેની સામે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ 7,90,789 (1.86%) છે. જ્યારે દેશમાં કુલ 5,06,520 લોકના મોત નીપજ્યા છે. જ્યારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ 4.44% છે. તો દેશમાં અત્યાર સુધીમાં 1,71,28,19,947 વેક્સિનેશન થયું છે.
India reports 67,084 fresh #COVID19 cases, 1,67,882 recoveries and 1,241 deaths in the last 24 hours.
— ANI (@ANI) February 10, 2022
Active cases: 7,90,789 (1.86%)
Death toll: 5,06,520
Daily positivity rate: 4.44%
Total vaccination: 1,71,28,19,947 pic.twitter.com/pO6gvSwwob
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2560 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 27355 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 171 લોકો વેન્ટીલેટર પર છે. 27184 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1170117 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10740 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 24 લોકોના મોત થયા છે.
આજે 8812 દર્દીઓ રિકવર પણ થયા
બીજી તરફ આજે 8812 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 24 મોત થયા. આજે 1,37,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા
આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 1, સુરત 3, રાજકોટ 3, ભાવનગર કોર્પોરેશન 1, ભરુચ 1, મોરબી 1, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 2, ભાવનગર 1 અને મહીસાગરમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 1170117 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 96.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22 ને પ્રથમ અને 568 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4422 ને પ્રથમ અને 456 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17129 ને પ્રથમ અને 36014 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11887 ને પ્રથમ અને 34212 ને બીજો ડોઝ અપાયો હતો. 32384 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,37,094 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,03,43,811 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.