શોધખોળ કરો
Advertisement
માલદીવની મદદ માટે ભારતે હાથ આગળ વધાર્યો, 25 કરોડ ડૉલરની આર્થિક સહાયતા કરી
ભારતે કોરોના મહામારીથી અર્થવ્યવસ્થા પર પડેલા પ્રભાવ સામે લડવા મદદ માટે માલદીવને 25 કરોડ ડૉલરની આર્થિક સહાયતા કરી છે.
નવી દિલ્હી: ભારતે કોરોના મહામારીથી અર્થવ્યવસ્થા પર પડેલા પ્રભાવ સામે લડવા મદદ માટે માલદીવને 25 કરોડ ડૉલરની આર્થિક સહાયતા કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહે પ્રધાનમંત્રી મોદી પાસે દેશની આર્થિક સ્થિતિ માટે મદદ માટે આગ્રહ કર્યા બાદ આ સહાયતા આપવામાં આવી છે. પીએમ મોદીએ સોમવારે કહ્યું કે એક મિત્ર અને પડોશી હોવાના કારણે ભારત અને માલદીવ કોવિડ 19 થી પેદા થયેલી સ્વાસ્થ્ય અને આર્થિક ચિંતાનો મુકાબલો કરવા માટે એકબીજાનો સહયોગ કરવાનું ચાલુ રાખશે.
મોદીએ આ વાત માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના એક ટ્વિટના જવાબમાં કહી છે. સોલિહે દેશની નાણાકીય સહાય કરવાને લઈ મોદીનો આભાર માન્યો હતો. સોલિહે કહ્યું, માલદીવને જ્યારે પણ મિત્રની જરૂર પડી છે ભારતે હંમેશા તેની મદદ કરી છે. 25 કરોડ ડૉલરની નાણાકીય સહાયતા અને પડોશી હોવાની ભાવના બતાવવા માટે હું પ્રધાનમંત્રી મોદી, ભારત અને ત્યાંની જનતાનો આભાર માનું છું.
તેના જવાબમાં મોદીએ ટ્વિટ કર્યું, રાષ્ટ્રપતિ સોલિહ તમારી ભાવનાઓનો અમે આદર કરીએ છીએ. એક મિત્ર અને પડોશી હોવાના કારણે ભારત અને માલદીવ કોવિડ 19ના કારણે પેદા થયેલી સ્વાસ્થ્ય અને આર્થિક ચિંતાનો મુકાબલો કરવામાં એકબીજાનો સહયોગ આપવાનું ચાલુ રાખશે.
વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ડિજિટલ માધ્યમથી બેઠક દરમિયાન નાણાકીય સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાયતા ભારતીય સ્ટેટ બેંક ટ્રેઝરી બાંડની વેચાણના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ લોન દસ વર્ષની મુદત માટે આપવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement