(Source: Poll of Polls)
Corona Impact: એપ્રિલ-મે મહિનામાં 40 કરોડમાંથી 2.7 કરોડ લોકોએ નોકરી ગુમાવી, CMIEનો દાવો
સીએમઆઈઈ અનુસાર અસંગઠિત ક્ષેત્રમાં તો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ સંગઠિત ક્ષેત્ર અથવા ફોર્મલ સેક્ટરને ફરીથી પાટા પર આવતા વાર લાગશે.
નવી દિલ્હીઃ કોરોનાના વાયરસની બીજી લહેર ભારતમાં કહેર બનીને આવી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એમડી અને સીઈઓ મહેશ વ્યાસે કહ્યું કે, એપ્રિલ અને મે મહિનામાં 2.7 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. રિપોર્ટ અનુસાર બેરોજગારી દરમાં મે મહિનામાં 12 ટકા રહી જ્યારે એપ્રિલમાં તે 8 ટકા હતી.
CMIEના સીઈઓ મહેશ વ્યાસે કહ્યું, “બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં 2.7 કરોડ નોકરી ગુમાવી છે. દેશમાં નોકરીની કુલ સંખ્યા લગભગ 400 મિલિલિય છે. આ 40 કરોડ લોકોમાંથી 2.7 કરોડ લોકોએ વિતેલા 2 મહિનામાં પોતાની નોકરી ગુમાવી છે.”
સીએમઆઈઈ અનુસાર અસંગઠિત ક્ષેત્રમાં તો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ સંગઠિત ક્ષેત્ર અથવા ફોર્મલ સેક્ટરને ફરીથી પાટા પર આવતા વાર લાગશે. એવામાં નોકરી ગુમાવનારા લોકોને નવી નોકરી શોધવામાં મુશ્કેલી આવી રહી છે.
મે મહિનામાં નિકાસ વધી 32.21 અબજ ડોલરે પહોંચી
આ વર્ષે એપ્રિલ મે મહિનામાં નિકાસ વધીને 62.84 અબજ ડોલર થઈ ગઈ જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 29.6 અબજ ડોલર અને એપ્રિલ મે 2019માં 55.88 અબજ ડોલર હતી. સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર ભારતમાં નિકાસ મે મહિનામાં 67.39 ટકા વધીને 32.21 અબજ અમેરિકન ડોલર થઈ ગઈ. આ દરમિયાન એન્જીનિયરિંગ, દવા, પેટ્રોલિયમ પ્રોડક્ટ અને રસાયણની નિકાસમાં ખાસ તેજી જોવા મળી.
વિતેલા વર્ષે મે મહિનામાં 19.24 અબજ અમેરિકન ડોલર અને મે 2019માં તે 29.85 અબજ અમેરિકન ડોલર હતી. નિવેદન અનુસાર મે 2021માં આયાત 68.54 ટકા વધીને 38.53 અબજ ડોલર રહી, જે મે 2020માં 22.68 અબજ ડોલર અને મે 2019માં 46.685 અબજ ડોલર હતી.
એક મહિનામાં સોનાના ભાવ 2241 રૂપિયા વધ્યા, જાણો હજુ કેટલું મોંઘું થશે સોનું