India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, જાણો કેટલા લોકોના થયા મોત ?
દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,930 નવા કેસ નોંધાયા હતા.
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,930 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 14,650 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1,19,457 પર પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.
#COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 7, 2022
Active cases 1,19,457
Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે અહી કોરોનાના નવા 3142 કેસ નોંધાયા હતા. મુંબઈમાં 695 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 19981 પર પહોંચી ગઈ છે. થાણે જિલ્લામાં કોરોનાના 358 નવા કેસ નોંધાયા પછી, અહીં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 7,30,427 થઈ ગઈ છે.
તમિલનાડુમાં કોરોનાના 2,743 નવા કેસ નોંધાયા છે. મેડિકલ બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1,791 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ચેન્નઈમાં 1,062 નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં 600 કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોના વાયરસના 600 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે પોઝિટીવી રેટ ઘટીને 3.27 ટકા થઈ ગયો છે. દિલ્હીમાંકુલ કેસોની સંખ્યા વધીને 19,38,648 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 26,276 પર પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના નવા 615 કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ લોકોના મોત થયા હતા. દિલ્હીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,590 છે.