Coronavirus: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 18,738 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?
ભારતમાં કોરોના વધતા કેસથી આરોગ્ય વિભાગ ચિંતિત છે. આજે ફરી દેશમાં કોરોનાના કેસ 18 હજારને પાર પહોંચી ગયા છે
ભારતમાં કોરોના વધતા કેસથી આરોગ્ય વિભાગ ચિંતિત છે. આજે ફરી દેશમાં કોરોનાના કેસ 18 હજારને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાથી સંક્રમિત 32 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 34 હજાર 933 પર પહોંચી ગઈ છે. આ પહેલા શનિવારે દેશભરમાં કોરોનાના 19,406 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 49 લોકોના મોત થયા હતા. આ દરમિયાન પોઝિટિવીટી રેટ દર 4.96 ટકા હતો.
India records 18,738 new COVID-19 cases
— ANI Digital (@ani_digital) August 7, 2022
Read @ANI Story | https://t.co/CmF7lUjUUo#COVID19 #Covid_19 #India pic.twitter.com/MTe3W4mKos
કોરોનાના 18,738 નવા કેસ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 18,738 નવા કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન વધુ 40 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે બાદ દેશમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક વધીને 5 લાખ 26 હજાર 689 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, કોવિડના સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 34 હજાર 933 છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 41 લાખ 45 હજાર 732 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 206.21 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મામલાને ધ્યાનમાં લેતા હવે કેન્દ્ર સરકાર (Union Government) ચિંતામાં મુકાઇ ગઇ છે. આ સિલસિલામાં કેન્દ્રએ વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી છે, અને સાથે સાથે દેશના 6 રાજ્યોને એલર્ટ માટે પત્ર લખ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhooshan) દેશના છ મોટા રાજ્યા, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, તામિલનાડુના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવોને અલગ અલગ પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજશ ભૂષણે દરેક રાજ્યમાં તે જિલ્લાઓની અલગ અલગ જાણકારી આપી છે, જ્યાં કૉવિડ સંક્રમણથી છેલ્લા એક મહિનાથી ઝડપથી વધારો થયો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ રાજ્યોને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતા વધારાની સતર્કતા અને સાવધાની રાખવી જોઇએ, અને કૉવિડ પ્રૉટોકોલનુ પાલન કરવુ જોઇએ. આની સાથે પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, રાજ્યોને સંક્રમિત વ્યક્તિઓની સારવારની ખરેખરમાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ, અને પુરેપુરી પ્રક્રિયાનુ પાલન કરવુ જોઇએ. આ ઉપરાંત કૉવિડ રસીકરણ પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યોને તમામ સંદિગ્દ વ્યક્તિઓને એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓને જીનૉમ સિક્વેન્સિંગ માટે મોકલવા જોઇએ.