શોધખોળ કરો
Advertisement
કોરોનાની વચ્ચે પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, LoC પાર આતંકીઓનાં લોન્ચપેડ કર્યા નષ્ટ
સણખોરી કરનારા પાંચેય આતંકવાદીઓને સેનાની વિશેષ ટુકડીએ 5 એપ્રિલે મારી નાંખ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ શુક્રવારે પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કતાં જવાબ આપતા પીઓકેમાં આતંકવાદી લોંચ પેડ પર હુમલો કર્યો હતો. ભારતીય સેના તરફતી કરવામાં આવેલ હુમલામાં સરહદ પર પાકિસ્તાનમાં બનેલ આતંકી અડ્ડાને સેનાએ નષ્ટ કર્યા છે. સેનાએ આ હુમલાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો ડ્રેન દ્વારા શૂટ કરવામાં આવ્યો છે.
સેનાના સૂત્રોએ કહ્યું કે, એલઓસી પર સૈનિકો દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ આતંકી લોન્ડપેડ પાકિસતાનના દુધનિયાલ વિસ્તારમાં છે. આ વિસ્તારમાં બનેલ લોન્ચપેડનો ઉપયોગ પાકિસ્તાની સેનાએ એ પાંચ આતંકવાદીઓને લોન્ચ કરવા માટે કર્યો હતો જેમણે 1 એપ્રિલને કોરન સેક્ટરમાં ઘુસણખોરી કરી હતી. ભારતીય સેના તરફથી કરવામાં આવેલ આ કાર્રવાઈમાં પાકિસ્તાની પોસ્ટ પણ નષ્ટ કરવામાં આવી છે. આ હુમલામાં પાકિસાતની સેનાના શસ્ત્ર સરંજામને પણ નુકસાન થયું છે.
તમને જણાવીએ કે, ઘુસણખોરી કરનારા પાંચેય આતંકવાદીઓને સેનાની વિશેષ ટુકડીએ 5 એપ્રિલે મારી નાંખ્યા હતા. જ્યારે આ ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ વિશેષ ટુકડીના જવાન પણ શહીદ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, સેનાને જાણકારી મળી હતી કે આતંકવાદીઓનો એક નવો જથ્થધો ત્યાંથી ઘુસણખોરી કરવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ઉપરાંત સૂત્રોનું કહેવું છે કે, સરહદ પાર થયેલ નુકસાન ઘણું મોટું છે. સૂત્રો અનુસાર ભારતીય સેના દ્વારા ચોક્કસ સ્થળ પર હુમલો કરવાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. ત્યાં હાજર આતંકીઓા લોન્ટ પેડ નષ્ટ થઈ ગયા છે.#WATCH Video shot from drone as Indian army precision targets Pakistani terror launch pads (video source: Indian Army) pic.twitter.com/gjTtbARadv
— ANI (@ANI) April 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion