Asian Buddhist Summit: દિલ્હીમાં આ દિવસે થશે પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન, આ લોકો થશે સામેલ
First Asian Buddhist Summit: બૌદ્ધ ધર્મ ભારતની સંસ્કૃતિના મૂલ્યવાન ઘટક તરીકે ઉભરી આવ્યો છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કૉન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી અપેક્ષા છે
![Asian Buddhist Summit: દિલ્હીમાં આ દિવસે થશે પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન, આ લોકો થશે સામેલ India Updates First Asian Buddhist Summit to be held in New Delhi on 5 and 6 November 2024 Asian Buddhist Summit: દિલ્હીમાં આ દિવસે થશે પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન, આ લોકો થશે સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/03/8fd5406aa9e7ccd7899f1e8f118f49f3173062848810077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
First Asian Buddhist Summit: દિલ્હીમાં આગામી 5 અને 6 નવેમ્બરે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. સમગ્ર એશિયામાંથી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિવિધ સંઘના નેતાઓ, વિદ્વાનો અને અનુયાયીઓ તેમાં ભાગ લેવા એકત્ર થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય બૌદ્ધ સમુદાયને સામનો કરી રહેલા સમકાલીન પડકારો અંગે ચર્ચા કરવાનો અને તેના ઉકેલ શોધવાનો છે.
રાષ્ટ્રપતિ મુર્મૂ પણ થઇ શકે છે સામેલ
આ એશિયન બૌદ્ધ સમિટનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કૉન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી અપેક્ષા છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સમિટની થીમ 'એશિયાને મજબૂત કરવામાં બૌદ્ધ ધર્મની ભૂમિકા' છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમિટ સમગ્ર એશિયામાંથી બૌદ્ધ સંઘના નેતાઓ, વિદ્વાનો, નિષ્ણાતો અને અનુયાયીઓને સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવા અને બૌદ્ધ સમુદાયનો સામનો કરી રહેલા સમકાલીન પડકારોનો સામનો કરવા માટે એકસાથે લાવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બૌદ્ધ ધર્મ ભારતની સંસ્કૃતિના મૂલ્યવાન ઘટક તરીકે ઉભરી આવ્યો છે, જેણે દેશને મજબૂત વિદેશ નીતિ અને અસરકારક રાજદ્વારી સંબંધો વિકસાવવામાં મદદ કરી છે.
આ પણ વાંચો
CM યોગીને ધમકી આપનારી યુવતીની ધરપકડ, મુંબઇ પોલીસે 24 વર્ષીય ફાતિમા ખાનને પકડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)