દેશમાં અત્યાર સુધીમાં આશરે 17 કરોડ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 20 લાખ લોકોને અપાઈ રસી
ભારતમાં અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 16,94,39,663 વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 16,94,39,663 વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. જ્યારે સમગ્ર દેશમાં 18થી 44 વર્ષની ઉંમરના 17,84,869 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
છેલ્લા 24 કલાકમાં લગભગ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનના 113માં દિવસે એટલે કે 8 મેએ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા. 8,37,695 લોકોને પ્રથમ ડોઝ અને 11,85,837 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
8 મેએ થયેલા રસીકરણની જાણકારી
- 18,043 હેલ્થકેર અને 75,052 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
- 32,260 હેલ્થકેર અને 82,798 ફ્રંટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 45 વર્ષથી મોટી ઉંમરના 3,25,811 લોકોને પ્રથમ ડોઝ અને 5,23,299 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.
- 60 લાખથી વધુ ઉંમરના 1,23,877 લોકોને પ્રથમ ડોઝ અને 5,47,480 લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 18થી 44 વર્ષના ઉંમર વર્ગમાં 2,94,912 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
ભારતમાં અત્યાર સુધી 16,94,39,663 વેક્સિન ડોઝ આપવામાં આવી ચુક્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. અત્યાર સુધી 95,41,654 હેલ્થકેર અને 1,39,43,558 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તો 64,63,620 હેલ્થકેર અને 77,32,072 ફ્રંટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના 5,50,75,720 લોકોને પ્રથમ અને 1,48,53,962 બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી 60 વર્ષની ઉંમરના 5,50,75,720 લોકોને પ્રથમ અને 64,09,465 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.