India Weather: આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં વધશે ઠંડી, જાણો હવામાન રિપોર્ટ
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, દિલ્હી ઉપરાંત, પંજાબ, હરિયાણા, યુપી, ઝારખંડ અને બિહારમાં કેટલાય સ્થળો પર તાપમાનનો પારો નીચો થઇ જઇ શકે છે
India Weather Update: ભારતમાં તમામ સ્થળો પર ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે, શિયાળાની ઋતુમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં દેશમાં દરેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ભારતમાં ઠંડી વધુ જામશે, તેમાં પણ મેદાની વિસ્તારો ઠંડી અને પહાડી વિસ્તારોમાં બરફ પડવાની પુરેપુરી સંભાવના છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગગડી શકે છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ભારતમાં ઠંડી વધશે, તેમાં ખાસ કરીને દિલ્હી ઉપરાંત, પંજાબ, હરિયાણા, યુપી, ઝારખંડ અને બિહારમાં કેટલાય સ્થળો પર તાપમાનનો પારો નીચો થઇ જઇ શકે છે, આ તમામ જગ્યાઓ પર હાડગાળતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ઠંડનો ચમકારો રહેશે.
હવામાન રિપોર્ટ અનુસાર, દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ઠંડની સાથે સાથે બરફ વર્ષા પણ થઇ શકે છે, આગામી થોડાક દિવસોમાં દિલ્હીમાં લઘુતમ અને ન્યૂનત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. 14 ડિસેમ્બરથી ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધશે, અને 16 ડિસેમ્બરથી લગભગ લઘુતમ 24 ડિગ્રી તાપમાન રહેશે અને 6 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહેશે.
Gujarat Weather update:આગામી 5 દિવસ પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather update:રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે.
રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે.
નલિયામાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચૂકી છે. શીત નગરીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. ભુજનું 13.6 અને કંડલાનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે.