શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વૉરિયર્સનુ સન્માન કરવા આજે આખા દેશમાં ઉડશે લડાકૂ વિમાન, હૉસ્પીટલો પર હેલિકૉપ્ટરથી વરસાવાશે ફૂલો
કોરોના વાયરસનો ઇલાજ કરી રહેલી હૉસ્પીટલો પર હેલિકૉપ્ટરથી ફૂલો વરસાવવામાં આવશે, એટલુ જ નહીં 24 બંદરો પર વિશેષ ધુન પણ વગાડવામાં આવશે. વળી નેવી અને કૉસ્ટગાર્ડના જહાજો રોશનીથી જગમગાશે
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપની સામે દિવસરાત લડત આપી રહેલા કોરોના વૉરિયર્સનું આજે જબરદસ્ત મોટુ સન્માન થશે. સશસ્ત્ર સેનાઓ કોરોના વૉરિયર્સનુ પોતાની રીતે આભાર વ્યક્ત કરશે. આખા દેશમાં લડાકૂ વિમાનો ઉડશે.
કોરોના વાયરસનો ઇલાજ કરી રહેલી હૉસ્પીટલો પર હેલિકૉપ્ટરથી ફૂલો વરસાવવામાં આવશે, એટલુ જ નહીં 24 બંદરો પર વિશેષ ધુન પણ વગાડવામાં આવશે. વળી નેવી અને કૉસ્ટગાર્ડના જહાજો રોશનીથી જગમગાશે.
આજે સવારે 9.30 કલાકે પોલીસ-મેમૉરિયલ પર પોલીસ અને અર્ધસૈનિક દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન શ્રીનગરથી વાયુસેનાના ફાઇટર જેટ્સ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સની ફ્લાય પૉસ્ટ શરૂ થઇ જશે, જે કેરાલાની રાજધાની તિરુવનંતપુરમ સુધી જશે. ઠીક આ જ સમયે આસામના ડિબ્રુગઢથી પણ ફ્લાય પૉસ્ટ શરૂ થશે, જે ગુજરાતના કચ્છ સુધી જશે.
માહિતી પ્રમાણે, આ ફ્લાય પૉસ્ટ દેશના બધા મુખ્ય શહેરોમાં અકાશમાં થઇને નીકળશે. રાજધાની દિલ્હીના આકાશમાં એક ખાસ ફ્લાય પૉસ્ટ સવારે 10 થી 10.30 સુધી થશે. આમાં લડાડૂ વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સામેલ હશે.
એરિયલ સેલ્યૂટ માટે વિમાન 500 મીટર નીચે સુધી આવશે. ઠીક આ જ સમયે મેઘાલય વિધાનસભાની ઠીક ઉપર વાયુસેનાના સુખોઇ ફાઇટર જેટ ફ્લાય પૉસ્ટ કરતા દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion