Indian Railway: 1 જૂલાઇથી બદલાઇ જશે રેલવેના આ ત્રણ નિયમો, મુસાફરોને થશે સીધી અસર
Indian Railway: 1 જૂલાઈથી ભારતીય રેલવેના 3 નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર મુસાફરો પર પડશે.

Indian Railway: ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. જો તમે પણ લાંબી મુસાફરી માટે રેલવેનો ઉપયોગ કરો છો તો જાણી લો 1 જૂલાઈથી ભારતીય રેલવેના 3 નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર મુસાફરો પર પડશે. આ 3 નિયમો ટિકિટ બુકિંગ અને ટિકિટના ભાવ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ.
ટિકિટના ભાવમાં વધારો
ભારતીય રેલવે દ્વારા 1 જૂલાઈ, 2025થી મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ભારતીય રેલવેએ 1 જૂલાઈથી તેની કેટલીક ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. ભારતીય રેલવેએ હવે નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડું 1 રૂપિયા પ્રતિ કિમી કરી દીધું છે. એસી ક્લાસમાં ભાડું 2 રૂપિયા પ્રતિ કિમી હશે. આ સાથે 500 કિમી સુધીના અંતર માટે સેકન્ડ ક્લાસ મુસાફરી અને માસિક સીઝન ટિકિટ (MST) ના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ 500 કિમીથી વધુ મુસાફરી માટે ભાડું હવે પ્રતિ કિમી અડધા પૈસા કરવામાં આવશે.
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર
1 જૂલાઇથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. નવા નિયમો અનુસાર, 1 જૂલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તેમની તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. આ ઉપરાંત એજન્ટો હવે બુકિંગ વિન્ડોની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે નહીં. નવા સમયમાં એસી ક્લાસનો સમય સવારે 10:૦૦ થી 10:30 વાગ્યા સુધીનો રહેશે. નોન-એસી માટે આ સમય સવારે 11:૦૦ થી 11:30 વાગ્યા સુધીનો રહેશે.
આધાર ઓટીપી ઓથેંટિકેશન ફરજિયાત
રેલવેનો એક નવો નિયમ પણ 15 જુલાઈ, 2025થી અમલમાં આવવાનો છે. આ નિયમો અનુસાર, 15 જૂલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત ઓટીપી ઓથેંટિકેશન ફરજિયાત બનાવવામાં આવશે.
માસિક સીઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલવે કહે છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.





















