Indigo Airline: ઈન્ડિગો એરલાઈન્સમાં સેન્ડવિચમાં નિકળી ઈયળ, મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક મહિલા પેસેન્જરને ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં આપવામાં આવેલી સેન્ડવીચમાં ઈયળ મળી આવી છે.
Indigo Passenger: દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક મહિલા પેસેન્જરને ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં આપવામાં આવેલી સેન્ડવીચમાં ઈયળ મળી આવી છે. મહિલાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પછી ઈન્ડિગો એરલાઈને આ મામલે સ્પષ્ટતા આપી છે અને મહિલા પેસેન્જરની માફી પણ માંગી છે.
સેન્ડવીચમાં ઈયળ જોવા મળી
મળતી માહિતી મુજબ આ મહિલા ખુશ્બુ ગુપ્તા શુક્રવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ નંબર 6E 6107માં સવાર હતી. તેણે સેન્ડવીચ મંગાવી, જેમાં ઈયળ નિકળી હતી. આ પછી તેણે એક વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. તેના પર ઘણી કોમેન્ટ્સ આવી.
View this post on Instagram
ઈન્ડિગોએ માફી માંગી
ઈન્ડિગો એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે અમને આ ઘટના અંગે માહિતી મળી છે. તે મુસાફર દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં હતા. અમારા ફ્લાઇટના ક્રૂએ તપાસ બાદ સેન્ડવિચનું વિતરણ બંધ કરી દીધું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અમે કેટરિંગ સેવા પૂરી પાડતી કંપનીને આ બાબતે જાણ કરી છે. અમે ભવિષ્યમાં વધુ સારી સેવાઓ આપવાનો પ્રયત્ન કરીશું. મુસાફરને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં ખોરાકની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા
એક ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં મહિલાએ ઈન્ડિગો એરલાઈન્સમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનો દાવો છે કે ફરિયાદ કરવા છતાં કેબિન ક્રૂ અન્ય લોકોને જંતુઓ સાથે સેન્ડવિચ વહેંચતા રહ્યા. તેમણે એરલાઇન સ્ટાફની ટ્રેનિંગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો કોઈને ઈન્ફેક્શન લાગે છે તો કોણ જવાબદાર રહેશે.
મહિલાએ ફ્લાઈટમાં બનેલી તેની સાથે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. ભોજનની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial