IndiGo Flight Grounded: દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં સ્પાર્ક જોવા મળતા મુસાફરોના જીવ પડીકે બંધાયા
IndiGo Flight: દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં સ્પાર્ક જોવા મળ્યા બાદ એરક્રાફ્ટને દિલ્હીમાં ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોની ફ્લાઈટને એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી.
IndiGo Flight: દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં સ્પાર્ક જોવા મળ્યા બાદ એરક્રાફ્ટને દિલ્હીમાં ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. પ્લેનમાં સ્પાર્ક જોવા મળ્યા બાદ બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી.
Thank God people are safe! Visual of an #Indigo flight at the Delhi airport. God!!!
— Prashant Kumar (@scribe_prashant) October 28, 2022
pic.twitter.com/r8K5TwMbiu
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં ટેક-ઓફ દરમિયાન ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ ઈન્ડિગોની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રોકવી પડી હતી. હાલ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ વિમાન ફરી ક્યારે ઉડાન ભરી શકશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે વીડિયોમાં જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને પછી આગની જ્વાળાઓ ઉછળવા લાગે છે. આ જોઈને પાઈલટ તરત જ વિમાનને રનવે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.
છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઘણી વખત ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું છે. મોટાભાગની ઘટનાઓ સ્પાઈસ જેટ સાથે બની છે, પરંતુ હવે ઈન્ડિગો અને એર ઈન્ડિયાના પ્લેનમાં પણ ટેક્નિકલ ખામી જોવા મળી રહી છે. આ એપિસોડમાં હવે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131માં સ્પાર્ક થવાના સમાચાર સામે આવ્યા છે. જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈને કહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરવું પડ્યું હતું. હાલમાં, એરલાઇન દ્વારા મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગલવાન ઘાટી સુધી સરળતાથી પહોંચી શકશે ટેન્ક
ભારતે ટેન્કને ગલવાન ખીણમાં લઈ જવાના ઈરાદા સાથે પૂર્વી લદ્દાખમાં શ્યોક નદી પર નવો પુલ તૈયાર કર્યો છે. લગભગ 14 હજાર ફૂટની ઉંચાઈ પર આ પુલ ખૂબ જ વ્યૂહાત્મક માર્ગ DS-DBO પર તૈયાર કરવામાં આવ્યો છે. શુક્રવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પોતે શ્યોક-સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દુરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી રોડ પર 120 મીટર લાંબો શ્યોક પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસ-70 બ્રિજ છે, એટલે કે 70 ટન સુધીના વાહનો અને ટેન્ક પુલ પરથી સરળતાથી પસાર થઈ શકે છે. આ પ્રસંગે બોલતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આ પુલ વ્યૂહાત્મક રીતે મહત્વનો હશે કારણ કે તે સશસ્ત્ર દળોને લોજિસ્ટિક્સ અને પરિવહન સુવિધાઓ પૂરી પાડશે.