શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INX મીડિયા કેસ: ઘરે પહોંચેલી CBI ટીમને ન મળ્યા ચિદંમ્બરમ, ફોન પણ સ્વિચ ઓફ
પી ચિદંમ્બરને આઈએનએક્સ મીડિયા મામલામાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેને દિલ્હીની હાઈકોર્ટે ફગાવી દિધી છે.
નવી દિલ્હી: INX મીડિયા કેસ મામલામાં પૂર્વ નાણામંત્રી પ્રધાન પી. ચિદમ્બરમના નિવાસ સ્થાને CBI ની ટીમ પહોંચી હતી. પરંતુ તેઓ તેમને મળ્યા ન હતા. માનવામાં આવી રહ્યું છે કે, ચિદમ્બરમની ધરપકડ પણ થઇ શકે છે. તેમનો ફોન પણ સ્વિચ ઓફ છે.
પી ચિદંમ્બરના જોરબાગના ઘરે હવે ઈડીની ટીમ પહોંચી છે. થોડી વાર પહેલા સીબીઆઈની ટીમ પહોંચી હતી. ઈડી અને સીબીઆઈ બંને તેમને શોધી રહી છે. જાણકારી મુજબ ચિંદમ્બરનો ફોન પણ સ્વિચ ઓફ છે.Delhi: A team of Enforcement Directorate (ED) officers arrives at the residence of P Chidambaram. Earlier today, Delhi High Court had dismissed his both anticipatory bail pleas in connection with INX Media case. pic.twitter.com/OlOqAaosZo
— ANI (@ANI) August 20, 2019
આ પહેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદંમ્બરમને આઈએનએક્સ મીડિયા મામલામાં ફટકો લાગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પી ચિદંમ્બરમની જામીન અરજી ફગાવી હતી. પી ચિદંમ્બરને આઈએનએક્સ મીડિયા મામલામાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેને દિલ્હીની હાઈકોર્ટે ફગાવી દિધી છે. જસ્ટિસ સુનીલ ગૌડએ આજે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી છે.The team of Central Bureau of Investigation (CBI) officers has left from the residence of P Chiadambaram. https://t.co/SnKbDKhElP
— ANI (@ANI) August 20, 2019
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલામાં પી ચિદંમ્બરમ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો જ્યારે ઈડીએ ચિદંમ્બરમ સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષથી જ પી ચિદંમ્બરની ધરપકડ પર દિલ્હી હાઈકોર્ટની રોક હતી. ઈડી અને સીબીઆઈ બંનેએ ચિદંમ્બરની ધરપકડ પર રોકનો વિરોધ કર્યો હતો. આ મામલો વર્ષ 2007નો છે જ્યારે તેઓ યૂપીએના કાર્યકાળ સમયે નાણા મંત્રી હતા. તે સમયે આઈએનએક્સ મીડિયાને 305 કરોડની વિદેશી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી અપાવવામાં કથિત અનિયમિતતાનો આરોપ છે. આ મામલામાં કથિત રીતે 10 લાખ રૂપિયા મેળવવવા માટે ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએસ મીડિયા કંપનીના તત્કાલીન નિદેશ ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી પણ આ મામલામાં આરોપી છે. સીબીઆઈએ આ મામલામાં 15 મે 2017ના રોજ કેસ દાખલ કર્યો હતો.Delhi High Court dismisses both anticipatory bail pleas of Former Union Finance Minister P Chidambaram in connection with INX Media case. pic.twitter.com/Gbt4Py4y8m
— ANI (@ANI) August 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion