શોધખોળ કરો
Advertisement
IPL 2020, પંજાબ ટીમના ખેલાડીના કારણે નહીં પણ અંપાયરની ભૂલના કારણે હાર્યું, જાણો અંપાયરે શું મારેલો લોચો ?
ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું મેન ઓફ ધ મેચની પસંદ સાથે સહમત નથી.
નવી દિલ્હીઃ દિપિટલ્સે આઈપીએલ 2020ની પોતાની પ્રથમ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઇનિસ અને ફાસ્ટ બોલર કગીસો રબાડ જીતના હીરો રહ્યા. પંજાબના બેટ્સમેન મયંક અગ્રવારે 60 બોલરમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી અને એક સમયે પંજાબને જીતની નજીક લાવી દીધું હતું. જોકે સ્ટોઇનિસે અંતિમ ઓવરમાં 13 રન બચાવ કરતાં મયંક અગ્રવાલ અને ક્રિસ જાર્ડનને અંતિમ બે બોલમાં આઉટ કર્યો. જેના કારણે મેચનો નિર્ણય સુવર ઓવરમાં થયો.
જોકે પંજાબની હારમાં અંપાયર નિતિન મેનના એક ખોટા નિર્ણયનું પણ યોગદાન હ્યું. મેચની 19મી ઓવરમાં કગીસો રબાડા બોલિંગ કરે છે. તેના પ્રથમ બોલ પર મયંગ અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર રબાડાએ યોર્કર બોલ નાંખ્યો જેમા અગ્રવાલે એક્સ્ટ્રા કવર એરિયામાં ફટકાર્યો. તેની સામે રમી રમેલ ક્રિસ જોર્ડને ડેન્જર એ્ડર પર પહોંચવાનું હતું. બન્ને બેટ્સમેનોએ બે રન તોડીને પૂરા કર્યા. જોકે લેગ અમ્પાયર નિતિન મેનને તેને શોર્ટ રન આપ્યો. એટલે કે બેટ્સમેન ક્રીઝમાં પહોંચ્યા વગર જ બીજો રન દોડી ગયો. અમ્પાયર અનુસાર વિકેટકીપર એ્ડ પર જોર્ડે પોતાનું બેટ ક્રિઝ પર રાખ્યું ન હતું અને બીજો રન લઈ લીધો.
ટીવી રિપ્લેસથી સ્પષ્ટ જોવા મળ્યું કે અમ્પ્યાર નિતિન મેનનો નિર્ણય ખોટો હતો, જોર્ડને દોડતા ક્રીઝ પાર કરી હતી. ત્યાર બાદ જ સોશિયલ મીડિયા પર અમ્પાયરને નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ.
ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું મેન ઓફ ધ મેચની પસંદ સાથે સહમત નથી. એ અમ્પાયર જેણે શોર્ટ રન આપ્યો, તેને મેન ઓફ ધ મેચ બનાવવાની જરૂર હતી. એ શોર્ટ રન નહોતો અને અંતે એ નિર્ણય જ નિર્ણાયક સાબિત થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement