શોધખોળ કરો
Advertisement
રશિયા બાદ હવે ઇઝરાયલ પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ભારત
નવી દિલ્હીઃ રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ ડિલ બાદ ભારતે ઇઝરાયલ પાસેથી અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે એક મોટી ડિલ કરી છે. સરકારી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝને 777 મિલિયન ડોલરનો વધારાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે હેઠળ આ ઇઝરાયલી કંપની ભારતીય નૌસેનાના સાત શિપ્સને LRSAM એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ પૂરી પાડશે.
IAIએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટની મુખ્ય કોન્ટ્રાક્ટર ઇન્ડિયાની સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)સાથે તેણે આ ડિલ હાંસલ કરી છે. નોંધનીય છે કે LRSAM એક એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જેનો ઉપયોગ ઇઝરાયલની નૌસેના સાથે ભારતીય એરફોર્સ, નૌસેના અને આર્મી કરે છે. IAIના કહેવા પ્રમાણે, આ ડિલ સાથે બરાક 8નું વેચાણ છેલ્લા વર્ષોમાં છ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે.
IAIના મુખ્ય કાર્યકારી અધિકારી નિમરદ શેફરે કહ્યું કે, ભારત સાથે અમારી ભાગીદારી વર્ષો જૂની છે અને હવે અમે સંયુક્ત રીતે સિસ્ટમના વિકાસ અને પ્રોડક્શન પર કામ કરી રહ્યા છે. ભારત IAI માટે એક મોટું માર્કેટ છે એવામાં વધતી પ્રતિસ્પર્ધાને જોતા અમે ભારતમાં પોતાની પોઝીશનને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે અમેરિકા અને જૂના સહયોગી રશિયા સાથે સાથે ઇઝરાયલ ભારતના હથિયારોના સૌથી મોટા સપ્લાયર્સમાંનું એક બનીને ઉભર્યું છે. ગયા વર્ષે જ IAIએ ઇન્ડિયન આર્મી અને નેવીને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે લગભગ 2 અબજ ડોલરની ડીલ કરી હતી. સાથે BEL સાથે મળીને 630 મિલિયન ડોલરના કોન્ટ્રાક્ટ બરાક 8ની આપૂર્તિ માટે કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement