શોધખોળ કરો
Advertisement
આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો
તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસ પર પી ચિદમ્બરે સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું, ડીજીપી અને આર્મીના જનરલોએ સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવે છે, જે શરમની વાત છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતી પી ચિદમ્બરે દેશના આર્મી ચીફ બિપિન રાવતને આડે હાથ લેતા કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ. તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવું જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસ પર પી ચિદમ્બરે સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું, ડીજીપી અને આર્મીના જનરલોએ સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવે છે, જે શરમની વાત છે.
કોંગ્રેસના 135માં સ્થાપના દિવસના મોકા પર તિરુવનંતપુરમમાં એક રેલીને સંબોધતા ચિદમ્બરમે કહ્યું, ડીજીપી, આર્મી જનરલને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવે છે. જે શરમજનક છે. હું જનરલ રાવતને અપીલ કરું છું કે તમે આર્મીના હેડ છો અને તમારે કામથી કામ રાખવું જોઈએ. જે નેતાઓએ કરવાનું છે તે નેતા જ કરશે. આર્મીનું કામ નથી કે તેઓ નેતાઓને કહે શું કરવું જોઈએ. જો તમે કોઈ યુદ્ધ લડતાં હો તો અમે તમને કઈ રીતે લડવું તે નથી કહેતા. તમે યુદ્ધ તમારા દિમાગથી લડો છો. આ દેશમાં રાજનીતિ અમે કરીશું.
દેશભરમાં નાગરિકતા સંશોધન બિલને થઈ રહેલા પ્રદર્શન પર આર્મી ચીફ બિપિન રાવતે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, નેતા તે નથી કે જે લોકોને ખોટી દિશામાં લઈ જાય. આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીને લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં આગચંપી, હિંસા થઈ તે નેતૃત્વ નથી. કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો નાની બચતની યોજનાને લઈને મોદી સરકાર આપી શકે છે મોટો ઝટકો ! RBIએ શું આપી Tips, જાણો વિગત રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે#WATCH P Chidambaram: DGP&Army General are being asked to support govt, it's a shame. Let me appeal to Genaral Rawat,you head the Army&mind your business. It's not business of Army to tell politicians what we should do, just as it's not our business to tell you how to fight a war pic.twitter.com/MgjkeSPBPn
— ANI (@ANI) December 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion