શોધખોળ કરો

નવા આઈટી નિયમનો વિરોધ થતાં મોદી સરકારે કરી શું કરી સ્પષ્ટતા, જાણો મોટા સમાચાર

કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોને લઇને વધી રહેલા વિરોધ વચ્ચે આજે મોદી સરકારના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી હતી.

નવી દિલ્હીઃ  સોશિયલ મીડિયાના સહારે સત્તા પર આવેલી એનડીએ સરકાર વિરૂદ્ધ છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધની ટીકાઓના પ્રસારના પગલે લોકોનો રોષ વધ્યો છે. કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોને લઇને વધી રહેલા વિરોધ વચ્ચે આજે મોદી સરકારના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, નવા નિયમો ફક્ત સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે બનાવવામાં આવ્યા છે. પ્રશ્નો પૂછવાના અધિકાર સહિતની ટીકાને સરકાર આવકારે છે.  સરકાર ગોપનીયતાના અધિકારને પૂર્ણરૂપે માન્યતા આપે છે અને આદર આપે છે. વોટ્સએપના સામાન્ય વપરાશકારોએ નવા નિયમો અંગે ડરવાની કોઈ જરૂર નથી. તેનો ઉદ્દેશ નિયમોમાં ઉલ્લેખિત વિશિષ્ટ ગુનાહિત સંદેશની કોણે શરૂઆત કરી તે શોધવાનો છે.

એનડીએ સરકાર સોશિયલ મીડિયા પર નિયંત્રણ મેળવી લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો પ્રયાસ કરી રહી છે તેવી ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ગુગલ વગેરેના હેડક્વાર્ટર્સ ભારતમાં નથી આવેલા, જેને પગલે ભારતમાં આ સોશિયલ મીડિયા કંપનીઓ સંલગ્ન ફરિયાદો અને તેના નિવારણને લઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં આઇટી કાયદામાં નિયમો ઉમેર્યા છે. જે મુજબ આ કંપનીઓેએ ભારતમાં નોડલ ઓફિસર, ફરિયાદ નિવારણ અિધકારી વગેરેની નિમણૂક કરવા કહ્યું હતું.

અને સાથે જ સોશિયલ મીડિયા પર જે વીડિયો, ફોટો અને લખાણ શેર થતા હોય તેને સૌથી પહેલા કોણે શેર કર્યા તેની માહિતી આપવાનું પણ ફરજિયાત કરી દીધુ છે. સરકારે કંપનીઓને આ નવા નિયમોના અમલ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ ભારે પ્રચાર થયો છે.

પરિણામે સરકાર નવા નિયમો હેઠળ તેના  પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે માત્ર ગંભીર ગુનાઓના સંદર્ભમાં જ મેસેજનો મૂળ સ્રોત આપવાની વાત કરી છે, પરંતુ નવા નિયમોમાં ગંભીર ગૂનાઓ અંગે તેમજ વાંધાજનક માહિતી અંગે કોઈ સ્પષ્ટ પરિભાષા ન હોવાથી લોકો સરકાર વિરૂદ્ધ ટીપ્પણી કરતાં ગભરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ

રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ

ABP Premium

વિડિઓઝ

Maharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટHun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

Embed widget