શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરી શકે છે, સેના અને એરફોર્સ એલર્ટ પર
સૂત્રોના મતે પાકિસ્તાનના આતંકી સંગઠનો મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે.
નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા અને કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ રહ્યું છે. તે સતત ભારત વિરુદ્ધ આતંકી યુદ્ધ છેડવાની ધમકી આપી રહ્યું છે. એવામાં જાસૂસી સૂત્રોએ ભારતીય સૈન્ય, એરફોર્સ અને જમ્મુ કાશ્મીરમાં તમામ સુરક્ષાદળોને હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના મતે જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં હાલત ખરાબ કરવા માટે પાકિસ્તાન અને તેના ટૂકડા પર જીવતા આતંકી જૂથો મોટા સ્તર પર ગરબડ ફેલાવી શકે છે. આ માટે તમામ સુરક્ષાદળોને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યુ છે. સૂત્રોના મતે પાકિસ્તાનના આતંકી સંગઠનો મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે.
નોંધનીય છે કે કલમ 370માં ફેરફાર કરવા અને 35એને હટાવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીર અને લદાખમાં તે જ નિયમ લાગુ થશે. બદલાયેલી સ્થિતિમાં હવે પાકિસ્તાનને લાગે છે કે કાશ્મીરનો મુદ્દો બેઅસર રહેશે. એવામાં તે આ મુદ્દા પર સતત ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેની નાપાક હરકતોને લઇને ચીન પણ તેની મદદ કરી રહ્યુ છે પરંતુ અત્યાર સુધીમાં તેમને કોઇ મોટી સફળતા મળી નથી.
જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે ઘાટીમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થશે. શુક્રવાર રાતથી તબક્કાવાર રીતે પ્રતિબંધો હટાવવામાં આવશે. મુખ્ય સચિવ સુબ્રહ્મમણ્યમે મીડિયાને કહ્યું કે, કાશ્મીર ઘાટીમાં સ્કૂલ સોમવારથી ખુલશે જ્યારે સરકારી ઓફિસો શુક્રવારથી કામકાજ શરૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement