શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં તોફાની પોલીસ સામે ગન તાકીને ઉભો રહી ગયો, પોલીસની શું થઈ હાલત? જુઓ વીડિયો
સોમવારે સવારે 11 કલાકેશરૂ થયેલ અથડામમ બપોરે 2 કલાક સુધી ચાલી. મૌજપુરમાં સવારે સ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ હતી કે પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધક કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ લોકો અને સમર્થક જ્યારે આમને સામને થયા તો મામલો ગંભીર થઈ ગયો હતો. બન્નેએ એક બીજા પર ખૂબ પથ્થરબાજી કરી અને અનેક ગાડીઓને આગ ચાંપી દીધી હતી. દિલ્હીના મૌજપુર અને જાફરાબાદના રસ્તા પર ગોળીબાર પણ થયાની ઘટના સામે આવી છે.
આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં બંદુક લઈને ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ફાયરિંગ કરતા કરતા પોતાની પિસ્તોલ એક કોન્સ્ટેબલ પર તાકી દીધી હતી પરંતુ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી હલ્યો ન હતો.
મૌજપુરમાં સીએએ સમર્થન અને વિરોધીની વચ્ચે સતત તણાવની સ્થિતિ છે. રવિવારે હિંસા બાદ સોમવારે ફરી બન્ને પક્ષોની વચ્ચે પથ્થરબાજી થઈ હતી.
સોમવારે સવારે 11 કલાકેશરૂ થયેલ અથડામમ બપોરે 2 કલાક સુધી ચાલી. મૌજપુરમાં સવારે સ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ હતી કે પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
સમગ્ર વિસ્તારમાં પેરામિલિટ્રી ફોર્સ ઉપરાંત દિલ્હી પોલીસના જવાન તૈનાત છે. મૌજપુરમાં સ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ હતી કે ત્યાં એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાઇરિંગ કર્યું. આ ફાયરિંગમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું.
સીએએ વિરૂદ્ધ રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન જાફરાબાદ, મૌજપુર અને દયાલપુરમાં થયેલ હિંસાના મામલે પોલીસે 4 એફઆઈઆર નોંધી છે.
બીજી બાજુ BJP નેતા કપિલ મિશ્રા વિરૂદ્ધ રવિવારે જાફરાબાદમાં ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવના આરોપમાં જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કડકડડૂમા કોર્ટના 6 વકીલોએ નોંધાવી છે. જાફરાબાદમાં હિંસા બાદ મંગળવારે પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતને જોતા રેપિડ એક્શન ફોર્સની ટુકડી તૈનાત કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ દિલ્હીના કરાવલનગરના શિવ વિહારમાં થયેલ પથ્થરબાજી અને આગજનીની ઘટનાનું કવરેજ કરી રહેલ પત્રકારોના કેમેરા પણ બંધ કરાવવામાં આવ્યા હતા. હિંસા પર સ્પેશિયલ પોલીસ કમિશ્નર સતીષ ગોલ્ચાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.An anti-CAA protester open fire in #Jaffarabad area. He pointed pistol at policeman but the cop stood firm. He fired around eight rounds. @DelhiPolice pic.twitter.com/0EOgkC6D40
— Saurabh Trivedi (@saurabh3vedi) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement