શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેના આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે વિસ્તારમાં સેના જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ત્યારે આતંકીઓએ સેના પર ગોળીબારી શરૂ કરી દીધી હતી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે શુક્રવારે અથડામણ થઈ હતી. આ ઘર્ષણમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં શોપિંયાં જિલ્લાના પંડુશનમાં આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે તે વિસ્તારમાં રાત્રે ઘેરાબંધી કરી તપાસ અભિયાન ચલાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે વિસ્તારમાં સેના જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ત્યારે આતંકીઓએ સેના પર ગોળીબારી શરૂ કરી દીધી હતી. સેનાએ પણ તેને વળતો જવાબ આપ્યો હતો.
આ પહેલા સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આંતકીઓને ઠાર કર્યા હતાં. જેમાં જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર ફયાજૂ પંજૂ પણ સામેલ હતો.#UPDATE Shopian encounter: Two Army personnel injured, operation continues. #JammuAndKashmir https://t.co/R4UZ8DtDRe
— ANI (@ANI) August 2, 2019
વધુ વાંચો



















