વીડિયો કોલમાં માતા શરણાગતિ સ્વીકારવા જોડતી રહી હાથ! પરંતુ ન માન્યો આતંકી દીકરો, ભારતીય સેનાએ કર્યો ઠાર
Pulwama Encounter: એન્કાઉન્ટર પહેલા આમિરની માતા, બહેન અને બીજા આતંકવાદી આસિફની બહેને તેની સાથે વાત કરી હતી. આ લોકો સરેન્ડર કરવાનું કહેતા હતા.

Pulwama Encounter: 22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. પુલવામાના ત્રાલ વિસ્તારમાં ભારતીય સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બાકીના છુપાયેલા આતંકવાદીઓની શોધ ચાલુ છે. આ આતંકવાદીઓમાંથી એક આમિરે એન્કાઉન્ટર પહેલા વીડિયો કોલિંગ દ્વારા પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી અને સેનાને પડકાર ફેંક્યો હતો કે તેમને આવવા દો, હું સેનાને જોઈ લઈશ.
Pakistan sponsored #Terrorist Aamir Nazir Wani of Jaish e Muhammad calls his #family before being killed in a security operation by Indian Army and J&K Police in Tral, Pulwama of South Kashmir.#PakistanIsATerrorState pic.twitter.com/r4QgmnAXkm
— Gujarat Herald News (@GujaratHerald) May 15, 2025
આતંકવાદી આમિર તેની માતા સાથે વાત કરતો જોવા મળ્યો. તેની માતા તેને શરણાગતિ સ્વીકારવાનું કહી રહી છે પણ આમિર કહે છે કે સેનાને આગળ આવવા દો પછી હું જોઈ લઈશ. સૂત્રોનું માનીએ તો, સુરક્ષા દળો ઇચ્છતા હતા કે આ આતંકવાદીઓ આત્મસમર્પણ કરે પરંતુ આત્મસમર્પણ કરવાને બદલે તેમણે દળ પર ગોળીબાર કર્યો.
'મેં તેને કહ્યું હતું કે આવ, આવ...'
આમિર કહેતો સાંભળવામાં આવે છે, "મેં તેને કહ્યું હતું કે આવો, આગળ આવો." પછી એક સ્ત્રી પૂછે છે કે મારો ભાઈ ક્યાં છે. પછી આમિર કહે છે કે તેઓ (સેના) આગળ આવતા ડરે છે. અંતે, એક મહિલાનો અવાજ આઘાતજનક વાત કહેતો સંભળાય છે, "ચિંતા ના કરો, અલ્લાહ તમારું ધ્યાન રાખશે." વાયરલ ક્લિપ પહેલા, આમિરે તેની માતા સાથે વાત કરી હતી જેમાં તેની માતાએ તેને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું પરંતુ આમિરે ના પાડી દીધી હતી અને ત્યારબાદ ઉમરની બહેન આમિર સાથે વાત કરતી જોવા મળે છે. આસિફ એ જ આતંકવાદી છે જેનું ઘર IED દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું.
આમિરના હાથમાં AK-47 રાઇફલ હતી
આમિર એ જ ઘરમાંથી વાત કરી રહ્યો હતો જ્યાં સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. વીડિયો કોલ પર વાત કરતી વખતે, તેના હાથમાં એકે-47રાઈફલ પણ દેખાય છે. સુરક્ષા દળો ઇચ્છતા હતા કે આ લોકો આત્મસમર્પણ કરે પરંતુ તેમણે તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો, તેથી તેમને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી અને આ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.





















