શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં પોલીસ એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર કર્યા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરને લઈને જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે બિજબેહરાના સંગમ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન સુરક્ષાદળોએ લશ્કર એ તૈયબ્બાના બે આતંકીને ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાના જવાન સામેલ હતા.
આ અથડામણ બાદ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળાબારૂદ ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારની મોડી રાત્રે જ બિજબેહરાના સંગમમાં ગોળીબાર શરૂ થયો હતો.
ત્યારબાદ સેનાએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું અને શનિવારે બે આતંકીને ઠાર કર્યા હતા. પોલીસ અને આતંકી વચ્ચેની અથડામણ બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અથડામણમાં પોલીસ જવાનોને કોઈ નુકશાન નથી થયું.#UPDATE Jammu & Kashmir Police: Two Lashkar-e-Taiba (LeT) terrorists have been killed in the operation. Arms and ammunition recovered. https://t.co/GGIEJZBumy
— ANI (@ANI) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion