શોધખોળ કરો
આ એક્ટરે આંધ્રના CMને ઝાંટકી નાખ્યાં, કહ્યું- ‘મેં 3 વખત લગ્ન કર્યાં એટલે તમારે જેલ જવું પડ્યું?’
જગનમોહન રેડ્ડી આવક કરતા વધારે સંપત્તિના આરોપમાં જેલ પણ જઈ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ જન સેના પ્રમુખ અને એક્ટરથી નેતા બનેલ પવન કલ્યાણે મંગળવારે આંધ્રાના સીએમ જગનમોહન રેડ્ડીને પૂછ્યું છે કે મારા ત્રણ લગ્ન કરવાથી તમને શું તકલીફ છે. હાલમાં જ જગનમોહને પવન કલ્યાણની ટીકા કરતાં તેના ત્રણ લગ્નનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર પવન કલ્યાણે જગનમોહન પર વ્યક્તિગત હુમલો કરવાનો આરોપ લગાવતા કેટલાક સવાલ પૂછ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જગનમોહન રેડ્ડી આવક કરતા વધારે સંપત્તિના આરોપમાં જેલ પણ જઈ ચૂક્યા છે. પવને સીએમ જગનમોહનની આ વાત ટાર્ગેટ કરીને કહ્યું કે, તમે વારંવાર કહો છો કે મેં 3 મહિલાઓ સાથે લગ્ન કર્યા. તમને મારા લગ્નથી શું પ્રોમ્લેબ છે? શું મેં લગ્ન કર્યા એના કારણે તમારે બે વર્ષ જેલ જવું પડ્યું હતું? પવને કહ્યું કે,’રાજ્યમાં રેતીની ઉણપ અને સરકારી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમને અનિવાર્ય કરવા જેવા મુદ્દાઓ જ કહી દે છે કે સરકાર નિષ્ફળ રહી છે.
આગળ પવને કહ્યું કે, સમસ્યાના સમાધાનની જગ્યાએ તેઓ સરકારને સલાહ આપનારની ટીકા કરવામાં તેમનો સમય આપી રહ્યાં છે. મેં મારી મજબુરીના કારણે 3 વાર લગ્ન કર્યા. પરંતુ શું તેનાથી સમાજનાં કોઈ માણસને મુશ્કેલી આવી?’
આ પહેલા સોમવારે જગનમોહને એક્ટર પવન કલ્યાણને ટાર્ગેટ કરી પૂછ્યું હતું કે, તમારી 3 પત્નીઓ છે અને કદાચ ચાર-પાંચ બાળકો પણ હશે. તો તમે તમારા બાળકોને ક્યા મીડિયમમાં અભ્યાસ કરાવો છો?’ આ સાથે જ પવન કલ્યાણે જગનમોહનની પાર્ટી પર જાતિ આધારિત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement